તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • The Youth Of Bharuch District Came Forward For The Treatment Of Three month old Dhairyasinh Rathore, Got Help From People Near Toll Naka And Paid Rs. 45 Thousand Deposited

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાન:ભરૂચ જીલ્લાના યુવાનો ત્રણ મહિનાના ધૈર્યસિંહ રાઠોડની સારવાર માટે આગળ આવ્યા, ટોલ નાકા પાસે લોકો પાસેથી મદદ મેળવી રૂ. 45 હજાર જમા કરાવ્યા

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધૈર્યરાજસિંહને SMA-1 નામક ગંભીર બીમારી છે
 • ઇન્જેક્શન મૂકવા પરિવારને રૂપિયા 16 કરોડની જરૂર છે

ત્રણ મહિનાના ધૈર્યસિંહ રાઠોડની સારવાર માટે ભરૂચ જીલ્લાના યુવાનો આગળ આવ્યા હતા અને ટોલ નાકા પાસે લોકો પાસેથી મદદ મેળવી 45 હજાર જેટલી માતબર રકમ તેના એકાઉન્ટમાં જમા કરાવામાં આવી છે

રૂપિયા 45 હજારની રકમ ધૈર્યસિંહ રાઠોડના એકાઉન્ટમાં જમા કરાવી

મૂળ મહિસાગરના ખાનપુર કાનેસર ગામના અને હાલ ગોધરા ખાતે રહેતા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના પુત્ર ધૈર્યરાજસિંહને SMA-1 નામક ગંભીર બીમારી છે. અને ઇન્જેક્શન મૂકવા પરિવારને રૂપિયા 16 કરોડની જરૂર છે. જે માટે માતા-પિતા દ્વારા મદદ માટે અપીલ કરવામાં આવી આવી હતી. જેના પગલે સમગ્ર રાજ્યમાં દાન ઉઘરાવવામાં આવી રહ્યું હતું.

યુવાનોએ રકમ ઉમેરી રૂ. 45 હજાર એકાઉન્ટમાં જમા કરાવ્યા

ભરૂચ જીલ્લાના ગોવાલી ગામના યુવાનો ધીરેન રાઠોડ, સુશીલ ત્રિવેદી, નીશીત રાજ, વીરુ ઘરીયા, અલ્કેશ ઠાકોર, શૈલેશ ઠાકોર, ધવલ પટેલ, હાર્દિક પટેલ, મિતેશ પઢિયાર સહિતના યુવાનોએ મુલદ ટોલ પ્લાઝા નજીક વાહન ચાલકો પાસેથી દાન એકત્રિત કર્યું હતું. અને તેમાં પોતાની રકમ ઉમેરી રૂપિયા 45 હજાર જેટલી માતબર રકમ ધૈર્યસિંહ રાઠોડના એકાઉન્ટમાં જમા કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો