તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ પ્રેમ:યુવકે ઘરને વન્ડર લેન્ડ બનાવ્યું,વૃક્ષો અને ફૂલ - છોડ ઉછેરીને વાતાવરણને શુદ્ધ કર્યું

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરમીની સીઝનમાં પણ ઘરનું તાપમાન ઘણું જ ઓછું રહે છે

ભરૂચ આજે કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ રહ્યું છે. શહેરનો ગ્રીન બેલ્ટ જાણે ખતમ થવાની આરે છે. ત્યારે શહેરના મનીષાનંદ સોસાયટીમાં રહેતા પર્યાવરણ પ્રેમી મૂળ રાજેસ્થાનના વતની ગુલાબસિંહ સૈનીએ તેના ઘરને વૃક્ષો અને ફૂલ છોડનું રોપણ કરીને વન્ડર લેન્ડ બનાવીને કુદરતી આલ્હાદક વાતાવરણ ઉભું કર્યું છે.તેઓએ પોતાના ઘરમાં વૃક્ષો અને અલગ-અલગ ફૂલ છોડનું રોપાણ કરીને પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો સંદેશ લોકોને આપી રહ્યાં છે. પર્યાવરણ પ્રેમી ગુલાબસિંહ સૈનીએ જણાવ્યું હતું કે,ઘરમાં છોડ અને બહાર વૃક્ષો વાવવાથી તમારી આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે.

ગરમીની સીઝનમાં બહાર ગમે તેવી ગરમી પડતી હોય પણ ઘરનું તાપમાન ઘણું જ ઓછું રહે છે. જેના કારણે ફેમીલીના સભ્યો પણ વધારે પડતી જરૂરત પડે તોજ એસીનો ઉપયોગ કરે છે.ઘરનું વાતાવરણમાં ઠંડક રહેતા તેઓને ઘણું જ સૂકુન મળે છે.જયારે તેમણે તેમના ગાર્ડનમાં પક્ષીઓ માટે અલગ ઘોસલાઓ બનાવીને મુકતા તેમાં પક્ષીઓ રહેતા રહેતા સવારે અને સાંજના સમયે તેમના કોલાહલથી વાતાવરણ પ્રફુલ્લિત બની જાય છે. પર્યાવરણ પ્રત્યેનો તેમનો પ્રેમ જોઈને આસપાસના લોકો તેમની સરાહના કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...