તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિતાના કાળજાની કસોટી:જે 18 વર્ષની દિકરીને પાનેતરમાં સાસરે વળાવવાના કોડ હતા, તેને કોરોના ભરખી જતાં પિતાએ સ્મશાનમાં અગ્નિદાહ દેવો પડ્યો

ભરૂચ4 દિવસ પહેલા
 • 18 વર્ષની યુવતી કોરોના સંક્રમિત થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી
 • નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ બાનમાં લઈ રહ્યો છે

ભરૂચના કોવિડ સ્મશાનમાં રોજેરોજ અનેક મૃતદેહો આવે છે. પરંતુ આજે કોવિડ સ્મશાન શરૂ કરાયુ ત્યારથી આજદિન સુધીમાં સૌથી નાની વયનો મૃતદેહ આવ્યો હતો. એક 18 વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં તેના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

18 વર્ષની યુવતીના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવ્યો
કોરોનાના કારણે દિન પ્રતિદિન મૃત્યુ આંક ખૂબ ઊંચો જઇ રહ્યો છે. ભરુચ ખાતે કોવિડ સ્મશાનમાં ચિતાઓ સતત સળગી રહી છે. ત્યારે આજે કોવિડ સ્મશાનમાં આવેલ એક મૃતદેહના કારણે ખુદ સ્માશનના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. આજે કોવિડ સ્મશાનમાં માત્ર 18 વર્ષની યુવતીના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો.

નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ બાનમાં લઈ રહ્યો છે
અંકલેશ્વરના માંડવા ગામ ખાતે તળાવ ફળીયામાં રહેતી 18 વર્ષીય યુવતી પારસ રણછોડભાઈ વસાવા કોરોનામાં સપડાઇ હતી. જેણીને સારવાર અર્થે 2 મે ના રોજ ભરુચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર માટે ખસેડાઇ તેના બીજા જ દિવસે તેને અંતિમ શ્વાસ લીધો હતો. આજરોજ તેણીને ભરૂચના કોવિડ સ્મશાન ખાતે કોવિડ પ્રોટોકોલ સાથે નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ બાનમાં લઈ રહ્યો છે હતી.

નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ બાનમાં લઈ રહ્યો છે
કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 1 વર્ષથી કોવિડ સ્મશાનમાં સેવા આપીએ છીએ. પરંતુ આજે આ સૌથી નાની વયનો કોવિડ પોઝિટિવ મૃતદેહ આવ્યો છે. જે બાદ અમારા હ્રદય પણ કંપી ઉઠ્યા છે. કોરોનમાં અગાઉ મોટી ઉંમરના લોકોના મૃત્યુ વધુ થતાં હતા. પરંતુ હવે આ નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ બાનમાં લઈ રહ્યો છે. જે ચિંતા ઉપજાવનાર છે. તો યુવતિના પિતા રણછોડભાઈ યુવાન દીકરીના મોતથી હતપ્રભ થઈ ગયા હતા અને કાંઈ બોલી શક્યા ન હતા. તેઓએ માત્ર એટલું કહ્યું હતું કે ભગવાન સૌને આ બીમારીથી બચાવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો