ફરિયાદ:ઝઘડિયાની સગીરાને યુવાન લગ્નની લાલચે ભગાડી ગયો

ઝઘડીયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શૌચક્રિયા જવા નીકળેલી સગીરા ઘરે પરત જ ન આવી

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીર વયની યુવતીને એક યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સગીર યુવતી તેના પરિવાર સાથે તેના ગામે રહે છે. તારીખ 9 મીના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં આ સગીરા ઘરેથી શૌચક્રિયા માટે જવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ અંધારુ થવા છતાં તે પરત ઘેર નહિ ફરતા સગીરાના પિતા તેને શોધવા ગામમાં ગયા હતાં. પરંતું તે મળી નહતી. ત્યારબાદ મુળ દાહોદનો રહીશ અને હાલ ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતો દિપુ બારીયા સગીરાને પટાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની યુવતીના પરિવારને શંકા ગઇ હતી.

આરોપી યુવક સાથે આ સગીરા અવારનવાર મોબાઇલથી વાત પણ કરતી હતી. તેમજ દિપુ અવારનવાર સગીરાના ઘરે પણ આવતો હતો. ત્યારબાદ સગીરાના પરિવારજનોએ સદર યુવકના ઘરે જઇને તપાસ કરતા તે યુવક પણ તેના ઘરે મળ્યો નહતો. તેથી યુવતીની માતાએ આરોપી દિપુ સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઝઘડીયા તાલુકામાં લગ્નની લાલચે સગીરાઓ તથા યુવતીઓને ભગાડી જવાની ઘટનાઓ બની રહી છે. ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદના સંદર્ભમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થઇ ગયેલાં યુવાન અને સગીરાને શોધવા માટે ટેકનીકલ સર્વેલન્સ તથા અન્ય માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. વહેલી તકે બંનેનું લોકેશન શોધી કાઢવાનો આશાવાદ પોલીસ સેવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...