ભરૂચનું ગૌરવ:હાલ UKમાં સ્થાયી થયેલા યુવાન આસ્ટન કાઉન્સિલમાં વિજેતા થયા

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2004માં અભ્યાસ અર્થે યુકે ગયા બાદ ત્યાંજ કારકિર્દી બનાવી

મૂળ ભરૂચના અને હાલ યુકેમાં સ્થાયી થયેલા વિમલ ચોકસીએ યુકેના રાજકીય ક્ષેત્રે ફરી એક વાર ભરૂચનું ગૌરવ વધાર્યું છે. યુકેની આસ્ટન કાઉન્સીલીની યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીમાંથી વિજય મેળવ્યો છે. વિમલ ચોક્સી મૂળ આમોદ તાલુકાના अઅને ભરૂચમાં સ્થાયી થયેલા પત્રકાર પ્રવિણ ચોક્સિના પુત્ર છે.

ભારતમાં એમએસસી, આઇટીનો અભ્યાસ કરનાર વિમલ ચોકસી 2004માં અભ્યાસ માટે યુકે ગયા હતા. જ્યાં તેમણે ઈન્ટરનેશનલ બિઝનેશ મેનેજમેન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. છેલ્લા કેટલાય સમયથી તેઓ ઓલ્ડહામ કાઉન્સીલમાં ફરજ બજાવતા હતા. 2018માં આસ્ટન કાઉન્સીલની ચૂંટણીમાં કાઉન્સીલર તરીકે ચૂંટાઇને વિમલ ચોકસીએ આસ્ટનમાં ભારતીય કાઉન્સીલર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. પુનઃ વિમલ ચોકસીએ લેબર પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં વિજેતા બની ભરૂચને ગૌરવ અપાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...