તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંઘર્ષભરી સફર:પતંગની દોરી માંજી પરિવારનું ગુજરાન ચલાવતો અંકલેશ્વરનો યુવાન હવે નગરસેવક બન્યો

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
​​​​​​​પતંગની દોરીથી નગરસેવક સુધીની સફર - Divya Bhaskar
​​​​​​​પતંગની દોરીથી નગરસેવક સુધીની સફર
 • પતંગની દોરી માંજી વર્ષો વર્ષ કરેલા સંઘર્ષ વચ્ચે પાલિકામાં નગરસેવકના પદ સુધી પહોંચવાની સંઘર્ષભરી સફર
 • ધો-10 સુધી અભ્યાસ કરનાર સુનિલ વસાવાના પિતા 5 વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા

પતંગની દોરી માંજી પરિવારનું ગુજરાન ચલાવતો અંકલેશ્વરનો યુવાન હવે નગરસેવક બનતા પોતાના વોર્ડ 9માં પ્રજાના પ્રશ્નો હલ કરવા કટિબદ્ધ બન્યો છે. ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થઈ છે અને નગર પાલિકાઓ, જિલ્લા પંચાયયો, તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી સંપન્ન થઈ છે.

31 વર્ષીય સુનિલ વસાવા નગરસેવક તરીકે ચૂંટાઇ આવ્યો
અમરેલી જિલ્લાની બગસરા નગર પાલિકામાં ટાયર પંચર બનાવતો યુવાન પરેશ ખીમસુરિયા નગર પાલિકાના પ્રમુખપદે આરૂઢ થયો હતો. ત્યારે અંકલેશ્વરમાં પણ એક નગર સેવક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માંથી ભાજપમાંથી ટિકિટ મેળવી 31 વર્ષીય સુનિલ વસાવા નગરસેવક તરીકે ચૂંટાઇ આવ્યો છે.

31 વર્ષીય સુનિલ વસાવા નગરસેવક તરીકે ચૂંટાઇ આવ્યો
31 વર્ષીય સુનિલ વસાવા નગરસેવક તરીકે ચૂંટાઇ આવ્યો

સુનિલનો પરિવાર ભાજપ સાથે સંકળાયેલો હતો
​​​​​​​સુનિલ વસાવા છેલ્લા ઘણા વર્ષોથી પતંગની દોરી માંજવાનું કામ કરતા હતો અને તેનો પરિવાર ભાજપ સાથે સંકળાયેલો હતો. ભાજપે તેમને ટિકિટ આપી અને તે વિજેતા બન્યો છે. સુનિલ વસાવાએ ઇ.એન.જીનવાલા સ્કૂલમાં ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા લક્ષ્મણ વસાવાનું 5 વર્ષ પૂર્વે અકસ્માતમાં નિધન થયું હતું. ત્યારબાદ સુનિલ અને તેનો ભાઈ પરિવારની જવાબદારી નિભાવી રહ્યા છે.

સુનિલ લોકોના પ્રશ્નો હલ કરવામાં વ્યસ્ત બન્યો
​​​​​​​પતંગની દોરી માંજી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન આજે તેમના વિસ્તારના લોકોના પ્રશ્નો હલ કરવામાં વ્યસ્ત બન્યો છે. સુનિલ વસાવા હવે લોકોના કામ કરવા માંગે છે અને તેમના વોર્ડના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગે છે.

લોકોને પડતી મુશ્કેલી અને સમસ્યાથી સુનિલ વસાવા વાકેફ
લોકોને પડતી મુશ્કેલી અને સમસ્યાથી સુનિલ વસાવા વાકેફ

સુનિલ વસાવા લોકોની મુશ્કેલીથી વાકેફ
​​​​​​​પોતે પતંગની દોરી માંજી વર્ષો વર્ષ કરેલા સંઘર્ષ વચ્ચે પાલિકામાં નગરસેવકના પદ સુધી પહોંચવાની સંઘર્ષભરી સફરમાંથી યુવાન પસાર થયો છે. પોતાના વોર્ડમાં લોકોને પડતી મુશ્કેલી અને તેમની સમસ્યાથી સુનિલ વસાવા સુપેરે વાકેફ છે અને 5 વર્ષની પોતાની ટર્મમાં તે આ કાર્યો ને પ્રાથમિકતા આપવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો