રજૂઆત:ડેડિયાપાડાની રોઝઘાટ પ્રાથમિક શાળાના ઓરડાનું કામ ટલ્લે ચઢ્યું

ડેડીયાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેડિયાપાડાની રોઝઘાટ પ્રા.શાળાના ઓરડાનું કામ ટલ્લે  ચઢ્યું. - Divya Bhaskar
ડેડિયાપાડાની રોઝઘાટ પ્રા.શાળાના ઓરડાનું કામ ટલ્લે ચઢ્યું.
  • ગામલોકોએ શાળાના ઓરડાની કામગીરી શરૂ કરાવવા સાંસદને રજૂઆત કરી

ડેડિયાપાડા તાલુકાના રોઝઘાટ ગામે આવેધી ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થતાં વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં તોડી નાંખવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા મકાનની કામગીરી ચાલી રહી હતી. જે કોરોના મહામારીના કારણે અટકી પડતાં નવા ઓરડાનું કામ ખોરંભે પડ્યું હતું. હવે આ કામગીરી મેળવનાર કોન્ટ્રાક્ટરે કામ અધુરૂં છોડી દેતાં જો સ્કૂલ આગામી સમયમાં શરૂ થાય તો બાળકોના બેસવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી આ કામગીરી શરૂ કરવાની માંગ સાથે સ્થાનિકોએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને લેખિત રજૂઆત કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ અંગે જવાબદાર અધિકારીઓને વારંવારની રજૂઆથ કરવા છતાં કોઈ કામગીરી કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...