કાઉન્સિલિંગ:સોશિયલ મીડિયાથી મહિલાના લગ્ન થયા, પતિ માનસિક બીમાર નીકળ્યો

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં કોઇ પરિચિત ન હોય MPની યુવતીએ 181ની મદદ માગી

ભરૂચ શહેરમાં મધ્યપ્રદેશની યુવતી કપિલા (નામ બદલ્યું છે) ના 10 વર્ષ પહેલા ડાયવોર્સ થયેલા ત્યાર તેણે સાદી ડોટ કોમ પરથી ભરૂચના યુવક સાથે પરિચયમાં આવ્યા બાદ 2 મહિના પહેલા જ લગ્ન કરીને પતિ સાથે રહે છે.લગ્નના એક મહિના બાદ કપિલા અને તેના પતિ વચ્ચે નાની નાની બાબતોને લઇને ઝઘડાઓ ચાલુ થઈ ગયા હતા.જોકે ઝઘડાઓ એટલા વધી ગયા કે તેનો પતિ નાની નાની વાતોએ મારઝૂડ અને શારીરિક ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું.

જોકે થોડા દિવસ પહેલા જ કપિલાને ખબર પડી કે તેનો પતિ માનસિક રીતે બીમાર છે આ વાત ખબર પડતા જ તેના હોશ ઉડી ગયા હતા.બુધવારના રોજ તેના પતિએ માર મારતા તેના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.આ સમયે તે તેને ચપ્પુ વડે મારવાની કોશિષ કરતા કપિલા 181 મહિલા હેલ્પલાઈનમાં મદદ માટે કોલ કર્યો હતો.કોલ મળતા જ ટીમે રેસ્ક્યુ વાન સાથે સ્થળ ઉપર પહોંચીને કપિલાનું કાઉન્સિલિંગ કરતા માલુમ પડ્યું હતું કે,ગુજરાતમાં તેનું કોઈ પરિચિત ન હોય તેને તેના વતન એમપી જવા બીજા દિવસની ટ્રેન હોય તેને ત્યાંથી આશ્રય આપવા સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...