ભરૂચ તાલુકાના કંથારિયા અને દયાદરા ગામે ગુરૂવારે વહેલી સવારે ડીજીવીસીએલની ટીમે ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 73 કનેક્શનોમાં ટીમને 56.39 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી તેની આકારણી કરી હતી. ભરૂચ તાલુકામાં આવેલાં કંથારિયા અને દયાદરા ગામે ગુરૂવારે વહેલી સવારે ડીજીવીસીએલની સૂરત કોર્પોરેટ કચેરીના વિજીલન્સ વિભાગના અધિક્ષક જી. બી. પટેલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વીજ ચેકિંગ વેળાં અનેકવાર ગ્રામજનો દ્વારા વીજકર્મીઓ પર હુમલો કરવામાં આવતો હોઇ ટીમે સ્થાનિક પોલીસ સાથે મળી વિજીલન્સની 53 ચેકિંગ ટીમ તથા લોકલની 127 અને જીયુવીએનએલની 13 તેમજ 140 પોલીસ બંદોબસ્તની મદદ સાથે બન્ને ગામોમાં કુલ 1673 વીજ કનેક્શનો તપાસ્યાં હતાં. જેમાં 73 કનેક્શનોમાં વીજચોરી પકડાઇ હતી. જેથી ઝડપાયેલી વીજ ચોરીના ગ્રાહકો-બિનગ્રાહકો પાસેથી કુલ 56.39 લાખ રૂપિયાની વીજ ચોરીના બીલની આકરણી કરવામાં આવી હતી.
કેટલાંક લોકો ઘરને તાળું મારી ભાગી ગયાં
વીજકંપની દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતાં કેટલાંક લોકોએ તેમના ઘરોને તાળું મારી ત્યાંથી નિકળી ગયાં હતાં. જોકે, ટીમોને તેની જાણ થઇ જતાં તમામના સંપર્ક નંબર મેળવી તેમને ફોન કરી ઘરે પરત બોલાવી ચેકિંગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.