2026માં ટ્રાયલ:વિમાનના ટેકઓફની 350 કિમીની ગતિએ સુરત, બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવીને ટ્રાયલ લેવાશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જાપાનના એમ્બેસેડરે ઉચ્ચ અધિકારીઓના ડેલિગેશન સાથે સુરતથી નવસારી, દમણ દીવની બુલેટ ટ્રેન કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
જાપાનના એમ્બેસેડરે ઉચ્ચ અધિકારીઓના ડેલિગેશન સાથે સુરતથી નવસારી, દમણ દીવની બુલેટ ટ્રેન કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લીધી હતી.
  • સ્લેબ ટ્રેક સિસ્ટમ નામના વિશેષ પ્રકારના ટ્રેક પર ઓપરેશનલ સ્પીડ 320 કિમીની રાખવામાં આવશે
  • ફ્લાઇટની સરખામણીએ બુલેટ ટ્રેનમાં ચેકઇન ટાઇમ ઓછો રહેશે, લેગ સ્પેસ વધુ મળશે

2026માં બુલેટ ટ્રેનની ટ્રાયલ શરૂ કરવાની સરકારની યોજના છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 350 કિમીની ઝડપે ટ્રેન દોડાવાશે. એરોપ્લેનની ટેકઑફ સ્પીડની ઝડપે સુરત અને બિલિમોરા વચ્ચે ટ્રાયલ કરવામાં આવશે.

બુલેટ ટ્રેનની શરૂઆત પ્રવાસીઓ માટે ગેમ ચેન્જર પુરવાર થશે અને તેની સ્પર્ધા વિમાન પ્રવાસ સાથે થશે. પ્લેનની મુસાફરીની સરખામણીએ બુલેટ ટ્રેનમાં ચેકઇન સમય ઓછો રહેશે તથા ટ્રેનમાં લૅગ સ્પેસ પણ વધારે રહેશે. તેમણે કહ્યું હતું કે અમે 350 કિમીની ઝડપે ટ્રેન દોડાવીને ટ્રાયલ કરીશું. જો કે ઓપરેશનલ સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની રહેશે. બુલેટ ટ્રેન સ્લેબ ટ્રેક સિસ્ટમ નામના ખાસ પ્રકારના ટ્રેક પર દોડશે. આ ટ્રેકના નિર્માણ માટે એચએસઆર નામે ઓળખાતી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. જાપાન દ્વારા વિકસીત કરાયેલી આ ટેકનોલોજી દ્વારા નિર્મિત ટ્રેક પર 350 કિમીની ઝડપે ટ્રેન દોડી શકે છે.

આ પ્રોજેક્ટ માટે બ્રીજના નિર્માણ માટે વિશ્વની સૌથી અત્યાધુનિક ફૂલ સ્પાન લૉન્ચિંગ મેથડ (એફએલએસએમ)નો ઉપયોગ થઈ રહ્યો છે. હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને બિલિમોરા અને સુરત વચ્ચે દર મહિને 200થી 250 પીલર્સ બાંધ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ સૌથી લાંબો 1.26 કિમી બ્રીજ નર્મદા નદી પર જુલાઇ 2024 સુધીમાં બનશે.

ફ્લાઇટના ઇકોનોમી ક્લાસ જેટલી ટિકિટ, ફ્રી લગેજ વધુ મળશે
બુલેટ ટ્રેનની ટિકિટની કિંમત અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટના ઇકોનોમી ક્લાસ જેટલો દર રહેશે. સાથે જ ફ્રી લગેજની લિમિટ પણ વધારે રહેશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પણ ઝડપી કરવામાં આવી છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટિડ (એનએચએસઆરસીએલ)એ અત્યાર સુધીમાં 99 ટકા જમીન સંપાદિત કરી લીધી છે.

માત્ર 2.59 કલાકમાં બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ પહોંચી જશે
ગુજરાત અને દાદરા-નગર હવેલીમાં પ્રોજેક્ટના તમામ 352 કિમીની કામગીરીના 100 ટકા સિવિલ કોન્ટ્રાક્ટ ભારતીય કોન્ટ્રાક્ટરોને અપાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વાપીથી સાબરમતી સુધીના રેલવે સ્ટેશનોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508.17 કિમી રહેશે અને આ ટ્રેન 2 કલાક અને 59 મિનિટમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...