યોજનાનો લાભ:નાયબ મુખ્ય દંડકે ગણતરીના કલાકમાં જ દર્દીને આયુષ્યમાન કાર્ડ અપાવતા સારવાર સરળ બની

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના પરિવારની મહિલાને હૃદયની બીમારી હોય વધુ સારવાર માટે કાર્ડની જરૂર પડી
  • આયુષ્યમાન ભારત યોજનામાં કાર્ડ જલ્દી નહીં બનતા પિડિત પરિવારે ધારાસભ્ય દુષ્યંત પટેલને રજૂઆત કરી હતી

કેન્દ્ર સરકાર દ્વારા લોક કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજનાનું નામ આયુષ્યમાન ભારત છે. આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને મફતમાં સારવાર આપવામાં આવે છે. આયુષ્યમાન ભારત યોજના ( પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના -PMJAY) હેઠળ દરેક પરિવારને મોટી હોસ્પિટલોમા વિનામૂલ્યે રૂ.5 લાખ સુધીની સારવાર કરાવવાની સુવિધા આપવામાં આવે છે.

આ યોજનાના લાભથી અનેક ગરીબ પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વાત કરીએ ભરૂચની તો શહેરના ઝાડેશ્વર દુબઈ ટેકરી વિસ્તારમાં પ્રવીણ રમણભાઈ વસાવા પોતાના પરિવાર સાથે રહી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.પરંતુ એક મહિના પહેલા જ તેમના પત્ની લલિતાબેનને છાતીમાં દુખાવો થતા તેમની સારવાર માટે બચત કરેલા 40થી 50 હજાર રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

પરંતુ તેમને વધુ સારવારની જરૂર હોય તેમને આયુષ્યમાન કાર્ડ કઢાવવાની જરૂર હતી.જોકે તેમની અણઆવડત અને ઓછા ભણતરના કારણે આયુષ્યમાન નીકળી ન શક્યું હતું.જેથી તેઓએ આ અંગે ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલને રજૂઆત કરતા તેમણે તે ગરીબની વ્યથા સાંભળી તેના જરૂરી કાગળો મેળવી માત્ર 2 કલાકમાં જ તેમને આયુષ્ય માન કાર્ડ કઢાવી અપાતા તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...