તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આમોદ નગર પાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાવાની તૈયારી છે. ત્યારે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ખોટી રીતે મત ટ્રાન્સફર કરાયાની ચર્ચાએ ભારે જોર પકડયું છે. સમગ્ર મામલો ભારતીય ટ્રાયબલ પાર્ટીના આમોદ તાલુકા પ્રમુખ અકબર બેલીમના ધ્યાને આવતા તમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા સાથે પરામર્શ કરી હતી.
આ મુદ્દે સાચી હકીકત બહાર લાવવાના હેતુથી જિલ્લા ચૂંટણી આધિકારીને સંબોધીને બી.ટી.પી.ના આમોદ તાલુકા પ્રમુખે પત્ર લખતા રાજકીય ક્ષેત્રે હલચલ મચી છે. મત ટ્રાન્સફર કરવા આધાર પુરાવા તરીકે નગર પાલિકાના ચીફ ઓફિસરના દાખલાનો ઉપયોગ કરાયાની પણ લોકચર્ચાએ જોર પકડયું છે. હાલતો ચૂંટણી જેમ જેમ નજીકઆવી રહી છે તેમ તેમ રાજકીય ચર્ચા વધશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વોટ ટ્રાન્સફર મામલે તપાસ હાથ ધરે તેવી પણ માંગણી કરી છે.
આમોદ નગર પાલિકા કોંગ્રેસનું બોર્ડ હોય જેથી સત્તાના રુએ ઈલેક્શન મતદારની યાદીની કામગીરી માટે કર્મચારીની નિમણુંક કરવાની થાય છે. જેમાં જંબુસર નગર પાલિકામાંથી લાંચ રુશવત કેશમાં સસ્પેન્ડ કરાયેલા કર્મચારીની નિમણુંક કરતાં આમોદ નગરમાં આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.