તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ફાટા તળાવથી ગાંધીબજારના માર્ગનું કામ અટવાતા વેપારીઓ વિફર્યા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક વેપારીઓએ રસ્તા ઉપર ફાટા તળાવ પાસે ચક્કાજામ કર્યો, પોલીસે સમજાવતા વેપારીઓ પાછા ફર્યા : આગામી દિવસમાં પાલિકામાં તાળાબંધીની ચીમકી

ભરૂચ શહેરના ગાંધીબજારથી ફાટા તળાવની માર્ગ અને ગટરની કામગીરી બાકી હોવાના કારણે વેપારીઓ કામગીરી શરુ નહીં થયા તો ચક્કાજામ કરવાની ચીમકી આપી હતી.જોકે તેમ છતાંય કોન્ટ્રાકટર દ્વારા કામગીરી શરુ નહીં કરતા ઉશ્કેરાયેલા વેપારીઓ ફાટા તળાવ નજીક રસ્તા ઉપર બેસીને ચક્કાજામ કરી દીધો હતો.બનાવની જાણ થતા જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહીતનો પોલીસ સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો.

ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલા દત્ત મંદિરથી ફાટા તળાવ સુધીનો માર્ગ ઘણાં વર્ષોથી માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો.જયારે માર્કેટમાંથી પસાર થતી ગટરો ઉભરાતી હોવાથી દર વર્ષે ચોમાસામાં અને અન્ય ઋતુઓમાં પણ વેપારીઓ અને સ્થાનિકોને ગંદકીના કારણે ભારે હાલાકી ભોગવી પડતી હતી.જે અંગે વેપારી એસોસિએશન અને સ્થાનિક કાઉન્સિલર અને વિપક્ષના પ્રમુખ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.

જોકે ત્યાંર બાદ વેપારીઓની પણ રજૂઆતોના પગલે ભક્તેશ્વર મંદિરથી ફુરજા વિસ્તારમાં આવેલા દત્ત મંદિર સુધીનો 900 મીટરના રસ્તાનું રૂપિયા 3.20 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં માટે મંજૂર કરવામાં આવ્યું હતું.રસ્તા ઉપરથી કાયમ વહેતા ખુલ્લી ગટરના પાણીની સમસ્યાના નિકાલ માટે અંડર પ્રિ-કાસ્ટ ડ્રેઈનેજ પણ બનવાની હોય વેપારીઓમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો.પરંતુ કેટલાય સમયથી કોન્ટ્રાકટર દ્વારા તેની કામગીરી બંધ કરી દેતા અને ચોમાસાની ઋતુની શરૂઆત થઈ જતા વેપારીમાં ભારે આક્રોશ ફેલાયો છે.

જે અંગે 10 દિવસ પહેલા વેપારીઓ મુખ્ય અધિકારીને આવેદનઆપીને કામગીરી શરૂ કરવા રજુઆત કરી હતી.આજદીન સુધી કામગીરી શરૂ નહીં કરવામાં આવતા ઉશ્કેરાયેલા વેપારીઓએ અને એઆઇએમઆઇએમ પાર્ટીના સભ્ય ફહીમ શેખ રસ્તા ઉપર ઉપરી આવીને ફાટા તળાવ પાસે રસ્તા ઉપર બેસી જઈને ચક્કાજામ કર્યા હતા.

જોકે બનાવની જાણ થતા જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહીતનો પોલીસ સ્ટાફ સ્થળ ઉપર દોડી વેપારીઓને સમજાવી મામલો થાળે પાડયો હતો.જોકે વેપારીઓ તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં પાલિકા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

20 દિવસ પહેલા પાલિકામાં કામ મૂદ્દે રજુઆત કરી હતી
વેપારીઓ સાથે પાલિકામાં 20 દિવસ પહેલાં કામગીરી શરૂ કરવા અથવા ચોમાસાની ઋતુમાં સમારકામ માટે રજૂઆતો કરી હતી.પરંતુ પાલિકાએ કામગીરી નહીં કરતા વેપારીઓએ ચક્કાજામ કર્યો હતો.જો હજી પણ પાલિકા દ્વારા કામગીરી નહીં કરે તો આગામી દિવસોમાં પાલિકા કચેરીને તાળાબંધી કરાશે.> ફહીમ શેખ,AIMIM,કોર્પોરેટર્સ,ભરૂચ.

ગ્રાહકો નહીં આવતા વેપારીઓને નુકશાન
અમારા વિસ્તારમાં 25થી 30 વર્ષથી રસ્તો અને ખુલ્લી ગટરોના કારણે વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે.ગટરોના દુષિત પાણી માર્ગો ઉપર ફરી વળતા દુર્ગંધ અને ખુલ્લી ગટરોમાં વાહન ચાલકો ખાબકતા ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો છે.જેથી આ વિસ્તારમાં આવતા ગ્રાહકો ગભરાતા હોવાથી ધંધા રોજગારી ઉપર માઠી અસર પડી રહી છે. > રફીક કાપડિયા,પ્રમુખ,જૂની માર્કેટ વેપારી એસો.,ભરૂચ

અન્ય સમાચારો પણ છે...