તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:ભરૂચમાં કોરોનાના નવા 17 કેસ સાથે પોઝિટિવનો કુલ આંક 3175

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંક્લેશ્વરમાં 8, ભરૂચમાં 7 અન ઝઘડિયામાં 2 કેસ નોંધાયાં
 • 14 લોકો સાથે અત્યાર સુધી 2986 લોકો સાજા થતા રજા અપાઇ

રાજ્યભરમાં કોરોનાના સેકન્ડ વેવની અસર જોવા મળી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે પણ જિલ્લામાં કોરોનાના 17 નવા કેસ નોંધાયાં હતાં. જેમાં અંક્લેશ્વરમાં 8, ભરૂચમાં 7 અને ઝઘડિયામાં 2 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 3175 પર પહોંચ્યો છે.રાજ્યભરમાં કોરોનાની સેકન્ડ વેવ શરૂ થઇ ગઇ છે. જેના કારણે રાજ્યમાં હવે કોરોના કેસો વધી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત છે. આજેે પણ જિલ્લામાં કોરોનાના નવા 17 કેસ નોંધાયાં હતાં.

જેમાં અંક્લેશ્વરમાં 8, ભરૂચમાં 7 તેમજ ઝઘડિયામાં 2 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 3175 પર પહોંચી ગયો છે. આજે કોરોનાને 14 લોકોએ મ્હાત આપતાં અત્યાર સુધીમાં જિલ્લામાં 2986 લોકો સાજા થયાં છે. જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 76 અને કોવિડ હોસ્પિટલમાં 81 લોકો મળી કુલ 157 લોકો સારવાર લઇ રહ્યાં છે.જિલ્લામાં અત્યાર સુધીમાં 2715 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરાયાં છે. જે પૈકી હાલમાં 225 એક્ટીવ ઝોનમાં છે. જમાં 69 એરિયા શહેરી વિસ્તારમાં જ્યારે 156 એરિયા ગ્રામ્ય વિસ્તારમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો