તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લામાં કોરોના કેસમાં દિન પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. ગુરુવારે નોંધાયેલા નવા 29 કોરોનાના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંક 4095 પર પહોંચ્યો હતા. ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. દિવસે ને દિવસે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ગુરવારે જિલ્લામાં નવા 29 કેસ નોંધાયા હતા.
ભરૂચ જિલ્લામાં નવા નોંધાયેલા કોરોનાના કેસમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 14 અને ભરૂચમાં 13 કેસ નોંધાયા છે. જ્યારે આમોદ અને વાણિયામાં 1-1 કેસ નોંધાયા હતા. જેથી જિલ્લાઓનો કુલ આંક 4095 પર પહોંચ્યો છે. ગુરવારે 17 લોકોને સારવારમાંથી રજા અપાતા અત્યાર સુધી કુલ 3850 લોકોને રજા અપાઈ છે. જિલ્લામાં હાલની તારીખે 212 એક્ટિવ કેસ છે. જ્યારે 226 જેટલા કન્ફાઈનમેન્ટ ઝોન હાલમાં એક્ટિવ છે. તેમાં પણ સૌથી વધુ ભરૂચ શહેર અને જિલ્લામાં 139 કન્ટેઈન્મેન્ટ ઝોનના સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.