ચોરી:વાગરાની સાયખા GIDCમાં આવેલી કંપનીમાંથી સાડા ચાર લાખ રૂપિયાની રીમોટની ચોરી

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ભરૂચના વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલી કોનમિક્સ ઇન્ફ્રાના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી બુમ પંપ ઓપરેટર રૂપિયા સાડા ચાર લાખના રીમોટ કંટ્રોલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ મામલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આમોદ તાલુકાના તણછા ગામના વચલા ફળિયામાં રહેતા અરુણસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ વાગરાની સાયખા જી.આઈ.ડી.સી.માં આવેલ કોનમિક્સ ઇન્ફ્રામાં કન્સ્ટ્રકશન અને આર.એમ.સી.સપ્લાયર તરીકે વ્યવસાય કરે છે. જેઓની કંપનીને ગત તારીખ-9મી સપ્ટેમ્બરના રોજ બુમ પંપ પર ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને હાલ છુટા કરી દેવામાં આવેલ કર્મચારી ઉમેશચંદ્ર રાજેન્દ્ર યાદવ કોનમિક્સ ઇન્ફ્રાના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી રૂપિયા સાડા ચાર લાખના રીમોટ કંટ્રોલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરી અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...