તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તન-મન ખૂશ:આજથી મંદિરો-જીમ ખૂલશે

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ-નર્મદા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો ोદર્શન કરી શકશે

ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થતાં હવે મોટાભાગના જાહેર સ્થળો આજે શુક્રવારથી શરૂ થઈ રહ્યાં છે. મીની લોકડાઉનથી કંટાળેલા લોકો હવે હળવા મૂડમાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે મંદિરો, જીમ, હોટલ-રેસ્ટોરન્ટ, પ્રવાસન સહિતના સ્થળો જાહેર જનતા માટે ખુલ્લા રાખવાની જાહેરાત કરતાં હવે કોવિડની ગાઈડલાઈ સાથે તમામ સ્થળો ખૂલશે. મંદિરોમાં દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવા પ્રકારે મંદિર સંચાલકો દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો પૈકી કાવી કંબોઈ, ગુમાનદેવ મંદિર, શુક્લતીર્થ, નીલકંઠધામ સહિતના ધાર્મિક સ્થળો દર્શનાર્થીઓ માટે ખુલશે. જ્યારે નર્મદા જિલ્લામાં પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિર, આદિવાસીઓના કૂળદેવી દેવમોગરા માતા સહિતના મંદિરો પણ દર્શનાર્થીઓ માટે ખુલશે.

જીમની સફાઈ કરીને સેનेટાઈઝ કરાવાયું
ગુજરાત સરકારે 11 જૂનથી જીમ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખવાની જાહેરાત કરી છે. 2 મહિનાથી બંધ જીમના સાધનોને સાફ કરીને સેનીટાઈઝ કરાયા હતા.જીમ આવનારા તમામ વ્યક્તિઓનું થર્મલ ગનથી ચેકીંગ કરી ઓક્સિજન લેવલ માપી રજીસ્ટ્રેશન કરીને અંદર પ્રવેશ અપાશે. > અશરફઅલી રાણા,જીમ સંચાલક,ભરૂચ.

દેવમોગરા મંદિર સવારે 6 વાગ્યે મંગળા આરતી બાદ ખૂલશે
સાગબારામાં આવેલું દેવમોગરાનું મંદિર દર્શનાર્થીઓ માર્ચ મહિનામાં બંધ કરવામાં આવ્યું હતું. જે હવે સરકારની ગાઇડ લાઈન મુજબ છૂટછાટ સાથે ખુલ્લું મુકવામાં આવશે. દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટની જણાવ્યા મુજબ માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે શુક્રવારે સવારે 6 વાગ્યેથી મંગળા આરતી બાદ ભાવિક ભકતો માટે ખુલ્લુ મુકવામાં આવશે.

રેસ્ટોરમાં ડિસ્ટન્જ જળવાય તે મુજબ ટેબલો ગોઠવી દેવાયા
50 ટકા કેપિસિટી સાથે હોટલો ખોલવાની સરકારે જાહેરાત કરી છે.અમે પણ શોપની સફાઈ કરીને સેનેટાઈઝ કરી છે. સોશ્યલ ડીસ્ટન્ટ સાથે 50 ટકાની કેપિસિટીમાં બેસી શકાય તેવી વ્યવસ્થા કરી છે.રેસ્ટોરેન્ટમાં દરેક ટેબલો ઉપર સેનેટાઈઝરની બોટલો પણ ગોઠવામાં આવી છે.ગ્રાહકોની સેફ્ટીનું પૂરું ધ્યાન રખાશે. > સુનિલ રાણા, રેસ્ટોરેન્ટ સંચાલક,ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...