ભરૂચ જિલ્લામાં રેખા (નામ બદલેલ છે) નામની કિશોરી તેના માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. ધોરણ-9 સુધી તેના વતનમાં તેના દાદા-દાદીના ઘરે રહીને અભ્યાસ કર્યો છે. જ્યાં તેના ફુવા દ્વારા તેની એકલતાનો લાભ લઇને અનેક વખતે તેનું શારીરિક શોષણ કર્યું હતું. તેના માનસિક ઉપર ગંભીર અસર થતાં તેણીએ આ વાત તેના માતા-પિતાને કરી હતી. જોકે પરિવારમાં અને સમાજમાં તેમની આબરૂ જવાના ડરે તેમણે કિશોરી રેખાને માર મારીને આ અંગેની જાણ કોઈને પણ ન કરવા જણાવ્યું હતું.
પરંતુ બીજી બાજુ તેના ફુવાએ કિશોરીના સાથે અસ્લીલ ફોટાઓ પાડીને તેને સોશ્યલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને અનેક વખતે તેનું શારીરિક શોષણ કરતો હતો. ઘરમાં પણ કોઈ સાથ સહકાર નહીં આપતું હોય અને સમાજ અને પરિવારમાં પોતાની ઈજ્જત જવાના કારણે કિશોરીએ છેલ્લે આપઘાત કરવાનો નિર્યણ કર્યો હતો. સવાર ઘરેથી સ્કૂલે જવાનું કહીને નીકળેલી કિશોરીએ ભરૂચના બોરભાઠા બેટ પાસે નર્મદા નદીમાં જંપલાવ્યું હતું.
જોકે આ સમયે નદીમાં પાણી ઓછું હોવાના કારણે ત્યાં નજીક માછીમારી કરી રહેતા માછીમારોએ દોડી આવીને કિશોરીને બહાર કાઢીને એ ડિવિઝન પોલીસને સોંપી હતી. જોકે ઘરે નહીં જવા માંગતી કિશોરીએ પોલીસને કઈ જ જવાબ ન આપતા તેને કાઉન્સિલીંગ અને આશ્રય માટે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી.
જેમાં રેખાને પાંચ દિવસની આશ્રય આપીને કાઉન્સિંલીગ કરવામાં આવતા તેણે સમગ્ર માહિતી જણાવી હતી.જેથી સંસ્થાએ પોલીસ તપાસ કરતા રેખાના પરિવારે તે ગુમ થયાની એફઆઈઆર નજીકના પોલીસ મથકમાં નોંધાવી હતી. જેના આધારે સંસ્થાએ તેના માતા-પિતાને બોલાવી કિશોરીને હૂંફ આપવા અને રેખાને પણ ઘરે જવા સમજાવતા તે ઘરે જવા તૈયાર થતા સંસ્થાએ કિશોરીનો પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.