તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિકો ત્રાહિમામ:દાંડિયા બજારમાં ગટરલાઈન ખુલ્લી મુકાતા ભારે હાલાકી, ચોકઅપ ગટરલાઈન પાલિકાની ટીમે ખોદી હતી

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અવાર નવાર રોડ રસ્તાના ખોદકામથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ઘણા સમયથી દાંડિયા પોલીસ ચોકી નજીક ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ હતી.જે અંગેની ફરિયાદો ઉઠતા ભરુચ પાલિકામાં જાણ કરાઈ હતી. પાલિકાની ટીમે સ્થળ ઉપર પહોંચીને ચોકઅપ લાઈનને સાફ કરવાની કામગીરી આરંભી હતી.પરંતુ ગટર લાઈનો સ્લેબ તોડયા બાદ છેલ્લા 10 દિવસથી ઉપરાંત થઈ ગયા હોવા છતાં પણ પાલિકા દ્વારા તેને પૂરવાની કોઈ કામગરી નહીં કરાય હોવાના સ્થાનિકોએ આક્ષેપો કાર્ય હતા.ગટર લાઈને ખોદવાના કારણે અહીંયાથી અવર-જવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે,ગટર લાઈનને બનીયે હજુ થોડો જ સમય થયો છે ને લાઈન ચોકઅપ થઈ જવાના કારણે નવી બનેલી ગટર લાઈનને તોડવી પડે છે.જેથી પાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તો સ્થાનિકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો ના આવતે.જયારે સદર મામલે પાલિકાના અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારી ટીમે સોમવારના રોજ ગટર લાઈન ચોકઅપ હોવાથી ગટર લાઈનનો સ્લેબ તોડીને સાફ સફાઈની કામગીરી કરી હતી.બે દિવસમાં ગટરના પાઈપ નાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો