તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ભરૂચ DPEOના નિર્ણયને પાછો ખેચવા શિક્ષક સંઘે શિક્ષણ નિયામકને પત્ર લખ્યો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી અને નાયબ જિ.પ્રા.શિક્ષણાધિકારી પાસે શિક્ષકો માટે જવાબ નથી

ભરૂચ જિલ્લા પ્રાથમકિ શિક્ષકો માટે કરાયેલા તઘલાધી નિર્ણયને કારણે શિક્ષણ જગતમાં નારાજગી ફેલાઇ છે. ભરૂચ જિપ્રાશિના ઉડાઉ નિર્ણયો અને વહિવટને કારણે ભરૂચ બાદ હવે તાપી જિલ્લામાંથી પણ ફરિયાદો આવી રહી છે.

જિપ્રાશિએ એચટાટ આચાર્યોને હવે 40 તાસ પ્રતિસપ્તાહ લેવા માટે આદેશ કર્યા બાદ શિક્ષકો નારાજ હતા. જેને લઇને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ નિયામકને ભરૂચ જિપ્રાશિનો આ નિર્ણય પાછો ખેચવા માટે ફરિયાદ કરી હતી. આ સંદર્ભે તાપીના ઇન્ચાર્જ અને ભરૂચના રેગ્યુલર જિપ્રાશી નિપા પટેલનો અને નાયબ જિપ્રાશિ જગદિપ મકવાણાનો સંપર્ક કર્યો પણ તેમની પાસે કોઇ જવાબ ન હોય તેમ ઉત્તર આપવાનું ટાળ્યુ હતુ. ચુંટણીના કામોના બહાને મુલાકાતીઓને સમય ન આપીને વારંવાર ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રદિપ રણાએ જણાવ્યુ હતુ કે, આ નિર્ણય બાબતે સંઘે જિપ્રાશિને રજૂઆત કરી છે.

રાજ્યભરમાં એચટાટ આચાર્યો માટે પ્રતિ સપ્તાહ 18 તાસ લેવાનું સુચન કરાયુ છે. જ્યારે માત્ર ભરૂચ અને તાપી જિલ્લાના એચટાટ આચાર્યો માટે જ 40 તાસ ફરજિયાત કરવા માટે ટીપીઇઓ અને બીઆરસીને 29 જાન્યુઆરીએ આદેશ કર્યો હતો. જેને કારણે એચટાટ આચાર્યો રોષે ભરાયને શિક્ષક સંઘને મધ્યસ્થિ કરવા રજૂઆત કરાઇ હતી. ત્યાર બાદ ગુરાપ્રાશિ સંઘે બુધવારે નિયામકને પત્ર લખીને ભરૂચ જિપ્રાશિના નિર્ણયને પરત ખેચવાનો આદેશ કરવા માટે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો