વિધાનસભાની ચૂંટણી:ભરૂચ જિલ્લામાંથી ઘરબેઠા મતદાન માટે તંત્રને 344 લોકોની અરજીઓ મળી

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેર સહિત જિલ્લાના વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ઘરે જઈ પોસ્ટલ બેલેટ પેપર વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચની 5 વિધાનસભા બેઠકો પર 80 વર્ષ ઉપરના 27,556 વરિષ્ઠ મતદારો અને 14,656 જેટલા દિવ્યાંગ મતદારોને ધરબેઠા મતદાનની સુવિધા અપાશે.
ભરૂચમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં થશે મતદાન
ભરૂચ જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં આગામી તા.1 લી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના મતદાન માટે 80 વર્ષ ઉપરના વયોવૃદ્ધ, દિવ્યાંગ અને અશક્ત મતદારોને ઘેર બેઠા મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે જોડાયેલા બી.એલ.ઓ ઓફિસરો દ્વારા આવા મતદાતાઓને તેઓના રહેઠાણ ઉપર જઈને હાથો હાથ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કરવામાં આવ્યાં હતા.
​​​​​​​​​​​​​​પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘરબેઠા મતદાનની સુવિધા
જિલ્લા ચૂંટણીશાખા તરફથી મળતી માહિતી મુજબ આ વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ફોર્મ 12 ડીનું વિતરણ કરી મતદાનની સમજણ પણ આપવામાં આવી હતી. સમગ્ર ભરૂચ જિલ્લામાં 323 જેટલા વરિષ્ઠ મતદાતાઓએ અને 21 દીવ્યાંગોએ મળી કુલ 344 મતદાતાઓએ મતદાન માટે અરજી કરી હતી. જિલ્લામાં સમાવિષ્ઠ 05 વિધાનસભાના મતદાર મંડળમાં 80 વર્ષ ઉપરના 27,556 વરિષ્ઠ મતદારો અને 14,656 જેટલા દિવ્યાંગ મતદારોને બી.એલ.ઓ. ઓફિસર દ્વારા ઘેર બેઠા પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘરબેઠા મતદાનની સુવિધા ભારત ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...