તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વકર્યો:તંત્રએ આંકડા છુપાવ્યા, જિલ્લામાં રેમડેસિવિરનો સ્ટોક થતાં હજી 2 થી 3 દિવસ લાગશે

ભરૂચ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં મેડિકલ સંચાલકો અગાઉ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પરત કરતા હતા, હવે 10 ગણા સ્ટોકનો ઓર્ડર કર્યો
 • ભરૂચના કૂકરવાડાના મહંતનું કોરોનાની સારવાર વેળાં મોતઃ કોવિડ સ્મશાનગૃહમાં સોમવારેન 6 મૃતદેહોની અંતિમવિધી કરાઈ

દિનપ્રતિદિન ભરૂચ સહિત દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. સંક્રમિતોની સંખ્યા વધતા જ તેની સારવાર માટે વપરાતી મેડિસિનની ડિમાન્ડ પણ અચાનક જ વધી ગઇ છે. જેને કારણે રાજ્યભરમાં એક અસાધારણ પેનિક ઉભો થયો છે. ખાસ કરીને કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનના અપૂરત પ્રમાણમાં સ્ટોકને કારણે દર્દીઓની સાથે તેમના સગાસંબંધીઓની હાલત કફોડી બની રહી છે. જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ઘટી જતા મેડિકલ્સ સહિત ખાનગી હોસ્પિટલોએ પણ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક ઓછો કરી દિધો હતો. જોકે અચાનક જ ડિમાન્ડ વધતા તેને પહોચી વડવા માટે પરિસ્થિતિ કાબૂ બહાર નિકળી ગઇ છે.

ભરૂચ જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવના નવા કેસ જાહેર કરવા અંગે તંત્રએ ચૂપકીદી સેવી હતી. જ્યારે ભરૂચના કુકરવાડા ખાતે આવેલા પંચમુખી હનુમાનના મહંત અને વીએચપીમાં વર્ષોથી સેવા આપતા અોમકારાનંદજી મહારાજ સહિત કુલ 6 લોકોના કોરોનાની સારવાર વેળાં મોત થતાં કોવિડ સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.

કોવિડ સ્મશાનમાં 9 વર્ષના બાળકે પિતાને અગ્નિદાહ આપ્યોભરૂચ ​​​​​​​
​​​​​​​શહેરના લિંકરોડ વિસ્તારમાં રહેતા 38 વર્ષિય યુવકનું કોરોનાની સારવાર વેળાં મોત થયું હતું. યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. યુવકને રવિવારે જ ખાનગી હોસ્પિટમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. જે માત્ર એક દિવસની સારવારમાં જ કોરોના સામે જંગ હારી ગયો હતો. તેમના પરિવારમાં માત્ર પતિ-પત્ની અને 9 વર્ષનો એક પુત્ર શિવમ હતો. કોરોનામાં પિતાની અણધારી વિદાય થતાં ઘરનો મોભી ગુમાવનાર દીકરાએ ભારે હૈયે પિતાના મૃતદેહને કોવિડ સ્મશાનગૃહ ખાતે અગ્નિદાહ આપી અંતિમ વિદાય આપી હતી.

ઈન્જેક્શનનું ઉત્પાદન ઓછું કરી દેવાતા અચાનક થયેલી ડિમાન્ડ પુરી કરવી મુશ્કેલ
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રેમડેસિવિરનો સ્ટોક હતો પણ ઇન્જેક્શનની એક્સપાયર ડેટ ચાર મહિનાની જ હોવાથી રિટર્ન કરવાનો વારો હતો. કારણ કે ત્યારે માર્કેટમાં તેની ડિમાન્ડ જ ન હતી. ઉપરાંત ખાનગી હોસ્પિટલો સીધો સંપર્ક કરીને ઇન્જેક્શન મંગાવતા હતા. મેડિકલ સ્ટોર્સ પર ઓછા નિર્ભર હતા. પરંતુ માર્ચના મધ્યમાં થયેલા કોરોના વિસ્ફોટને કારણે અચાનક દર્દીઓની સંખ્યા વધતા જ રેમડેસિવિરની ડિમાન્ડ પણ વધી. કંપનીએ ઇન્જેક્શનનું પ્રોડક્સન ઓછુ કર્યુ હોવાથી અચાનક ડિમાન્ડને પહોચી વળવું શક્ય નથી. જોકે હવે મેડિકલ સંચાલકોએ પહેલા કરતા 10 ગણો સ્ટોક મંગાવ્યો છે. > ભરત શાહ, પ્રમુખ, મેડિકલ એસોશિએશન, ભરૂચ.

જિલ્લામાં 800 બેડની 4 હોસ્પિટલ ફાળવી છતાં લોકોની ખાનગી તરફ દોટ
જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થઈ જતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે નક્કી કરેલી હોસ્પિટલોને પણ નોન કોવિડ કરી દેવાઈ હતી. ફરીથી જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતાં તંત્રએ અંકલેશ્વરની ઈએસઆઈસી સહિત જિલ્લાની 4 હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી 800 બેડની વ્યવસ્થા કરી છે. પરંતુ આ હોસ્પિટલો કરતાં ખાનગી હોસ્પિટલમાં લોકો સારવાર માટે દોટ મૂકી રહ્યા છે. સરકારે એક્વાયર કરેલી હોસ્પિટલોમાં જતાં લોકો જાણે ડરી રહ્યા છે અને ગમે તેટલો ખર્ચ થાય તો પણ સરકારી હોસ્પિટલમાં જ સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે.

ભરૂચના 45 ડોક્ટર્સ-નર્સની ટીમને વડોદરા રવાના કરાઈ
રાજ્યભરમાં વધતા કોરોનાના કહેરનો અંદાજ તેના પરથી પણ લગાવી શકાય જ્યારે આસપાસના વિસ્તારોમાં હોસ્પિટલોમાં પહોચી વડવા માટે અન્ય જિલ્લાઓમાંથી મેડિકલ સ્ટાફ મંગાવવો પડે છે. વડોદરમાં વધતા કોરોનાના દર્દીઓની સારવાર માટે ભરૂચ જિલ્લાના 15 ડોક્ટર્સ અને 30 નર્સ સહિત 45 લોકોની મેડિકલ ટીમને મોકલવામાં આવી છે. જોકે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાનો કહેર વર્તાય જ રહ્યો છે. પરંતુ રાજ્ય આરોગ્ય વિભાગના આદેશને કારણે ભરૂચ જિલ્લાના ડોક્ટર્સને નજીકના કેન્દ્રો પર ફરજ પર મોકલાયા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજીય ભરૂચના અન્ય ડોક્ટર્સને વડોદરા ફરજ પર મોકલી શકાય તેવી શક્યતા છે. જોકે ભરૂચમાં જ પોઝિટિવ કેસ વધવાને કારણે તેમ થાય કે નહિ તે જોવુ રહ્યુ. જોકે પરિસ્થિતિને પહોચી વડવા માટે મેડિકલ સ્ટૂડન્ટન્સને પણ કોવિડ-19ની ડ્યૂટી પર મોકલવાની યોજના થઇ રહી છે.

જિલ્લામાં 1.13 લાખ સિનિયર સિટિઝનને વેક્સિન અપાઈ
કોવિડ-19ના વેક્સિનેશનની ડ્રાઇવમાં હવે ફ્રન્ટલાઇન વર્કર્સની સાથે સિનિયર સિટિઝનનો સમાવેશ પણ કરાયો છે. ભરૂચમાં અત્યાર સુધીમાં 1.13 લાખ સિનિયર સિટિઝનને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. ઉપરાંત ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થ વર્કર્સ સહિત અત્યાર સુધી 1.47 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જોકે આરોગ્ય વિભાગે જાહેર કરેલી ગાઇડ લાઇન મુજબ હવે વેક્સિનના બીજા ડોઝની સમયમર્યાદાના 4 અઠવાડિયાથી વધારીને 6થી8 અઠવાડિયા કરવામાં આવી છે. અત્યાર સુધી 22510 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ભરૂચ આરોગ્ય વિભાગ પાસે હાલ 13 હજાર જેટલા વેક્સિનેશન ડોઝ ઉપલબ્ધ છે. ભરૂચના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે, વેક્સિન લેવા માટે ઓનલાઇન- ઓફલાઇન બન્ને રીતે એપ્લાય કરી શકાય છે. પીએચસી સહિતના વેક્સિન કેન્દ્રો પર નાગરિકે આધારકાર્ડ સાથે રજીસ્ટ્રેશન કરાવી શકાય.

ઇન્જેક્શનની ડિમાન્ડને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ હાલ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરતો નથી. જોકે આગામી દિવસોમાં ઇન્જેક્શનની ડિમાન્ડને પહોચી વળવા માટેની યોજનાઓ કરી દીધી છે. ભરૂચ જિલ્લામાં આગામી 2-3 દિવસમાં ડિમાન્ટ મુજબનો સ્ટોક થઇ જશે. > ડો. જે.એસ દુલેરા. મુખ્યા જિલ્લા આરોગ્ય અધિકારી, ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો