તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શપથવિધિ:ભરૂચમાં રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના નવા વરાયેલા પ્રમુખ અને તેમની ટીમનો શપથગ્રહણ સમારંભ યોજાયો

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2021-22 માટે પ્રમુખ તરીકે નિર્મલસિંહ યાદવ તેમજ સેક્રેટરી તરીકે વિજય ચૌહાણની વરણી

ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ 7x બિઝનેશ હબ ખાતે આવેલ રોટરી વોકેશનલ સેન્ટર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ ઓનલાઇન વર્ચ્યુલ માધ્યમથી યોજાયો હતો. જેમાં નવનિયુક્ત પ્રમુખ તેમજ સેક્રેટરીએ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ પ્રવીણદાન ગઢવીનો કાર્યકાળ પૂરો થતાં વર્ષ 2021-22 માટે પ્રમુખ તરીકે નિર્મલસિંહ યાદવ તેમજ સેક્રેટરી તરીકે વિજય ચૌહાણની વરણી કરવામાં આવી છે.

વિદાય લેતાં પ્રમુખ પ્રવિણદાન ગઢવીએ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યની માહિતી આપી હતી. નવા વરાયેલા પ્રમુખ તથા તેમની ટીમને ડિસ્ટ્રીકટ ગવર્નર રોટેરિયન સંતોષ પ્રધાને શપથ લેવડાવ્યાં હતાં. આ શપથ ગ્રહણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે યુ.પી.એલના અશોક પંજવાણી સહિતના આમંત્રિતો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...