ધિંગાણું:પત્ની સાથે આડાસંબંધના વહેમે બે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જંબુસરના તાડિયા હનુમાાન મંદિર પાસે બનેલો બનાવ

જંબુસર શહેરના તાડિયા હનુમાન મંદિર પાસે આડાસંબંધના વહેમે બે પરિવારો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. ઝઘડામાં 3 મહિલાઓને ચપ્પુથી ઇજાઓ પણ થઇ હતી. ઘટનાને પગલે જંબુસર પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે કુલ 6 વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જંબુસર શહેરમાં આવેલાં ટંકારી ભાગોળ વિસ્તારમાં રહેતાં કિશન ખોડા વાઘેલા તાડીયા ફળિયા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં તેમના પિતાજી નિલેશ ઠાકોર વાઘેલાને સમજાવી રહ્યાં હતાં કે, તું મારા પુત્રની પત્ની સાથે કેમ આડોસંબંધ રાખે છે. તું હવે તેની સાથે સંબંધ ન રાખતો તેમ કહેતાં હતાં. જેના પગલે કિશન પણ તેમને સમજાવી રહ્યો હતો. જેને પગલે નિલેશનું ઉપરાંણુ લઇ બાબુ ગોકળ વાઘેલા, હાર્દિક બાબુ વાઘેલા તેમજ અંબાબેન ચંદુ વાઘેલાએ તેમના પર હૂમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

ઘટનામાં તાડિયા હનુમાન વિસ્તારમાં રહેતી અંબાબેન ચંદુ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ઘરે હાજર હતી. ત્યારે ફળિયામાં બુમાબુમ થતાં તેઓ તેમની પુત્રી સપના સાથે ત્યાં જતાં કિશન ખોડા વાઘેલા તેમજ તેના પિતા ખોડા શંકર વાઘેલા તેમની ભત્રીજી જ્યોત્સનાને માર મારતાં હોઇ તેમજ ચપ્પુથી હૂમલો કરવા જતાં તેના કપડા ફાટી ગયાં હોવાનું માલુમ પડ્યું તું. તેઓ તેને બચાવતાં જતાં તેમના પર તેમજ તેમની પુત્રી પર પણ તેઓએ હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...