તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર જાગ્યું:ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી

ભરૂચ12 દિવસ પહેલા
 • ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ભરૂચમાં આવી પહોંચ્યા
 • પ્રદિપસિંહ જાડેજાએ પટેલ વેલ્ફેર હોસ્પિટલની મુલાકાત કરી
 • જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી ચિતાર મેળવ્યો

ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના મહામારીના કેસો અંગેની ચિતાર મેળવી તેની સમીક્ષા કરવા અંગે જિલ્લાના પ્રભારી મંત્રી ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા રવિવારના રોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે ભરૂચની મુલાકાત લીધી હતી.

ગૃહ રાજ્ય મંત્રીએ પ્રથમ પટેલ વેલ્ફર હોસ્પિટલમાં બનેલી આગની ઘટના સ્થળની અધિકારીઓની હાજરીમાં મુલાકાત લઈને ઘટના અંગેનો ચિતાર મેળવીને હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા અન્ય સ્ટાફ સાથે પણ ઘટના અંગેની ચર્ચાઓ કરી હતી. ત્યાર બાદ તેમણે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને સરકારી ઈજનેરી કોલેજ સ્થિત ગર્લ્સ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ ઉપલબ્ધ સારવાર સુવિધાઓ અને આરોગ્યલક્ષી જાણકારી મેળવીને આરોગ્ય તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. અહીં મળતી આરોગ્યલક્ષી સુવિધા અને સારવાર અંગે તેમણે જરૂરી સૂચનો કર્યા હતા.

પ્રદિપસિંહ જાડેજાએઅંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલને પણ મુલાકાત લીધા બાદ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો. તેમણે વેક્સીનેશનએ કોરોના સામે લડવા કારગર શસ્ત્ર છે જેથી જિલ્લાના 18 થી 45 વયજૂથના લોકો વધુમાં વધુ વેક્સીન મૂકાવી સુરક્ષિત બનવા પણ અપીલ કરી હતી.

રેમડેસિવિર ઈન્જેક્શનોની અંગે જણાવ્યું હતું કે, ભરૂચને દરરોજ ઈન્જેક્શનો ફાળવવામાં આવે છે,અત્યાર સુધી 11,600 ઈન્જેક્શનો ફાળવવામાં આવ્યા છે.વધુમાં તેમણે ધારાસભ્યો સાથે પણ પરામર્શ બેઠક કરી હતી.

હોસ્પિટલ ખાતે મુલાકાત લઇ ઘટનાની સમીક્ષા કરી

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. ભરૂચ જિલ્લાની સમીક્ષા કરવા માટે આજરોજ રાજ્યના ગૃહપ્રધાન અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજા ભરૂચ આવી પહોંચ્યા હતા. તેઓ સાથે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ જોડાયા હતા. સૌપ્રથમ તેઓએ ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી અને ત્યાં ઘટેલી ઘટનાની સમીક્ષા કરી હતી.

મૃત્યુ આંકનો ચિતાર મેળવી એક્શન પ્લાન અંગે જરૂરી સૂચનો આપ્યા

તેઓ હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા અન્ય સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી. અને ચિતાર મેળવ્યો હતો. પ્રદિપસિંહ જાડેજાએ ત્યારબાદ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ ભરૂચ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને ભરૂચ જિલ્લામાં કોરોના અંગેનો ચિતાર મેળવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં કોરોના અંગેની કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં તેની માહિતી પણ પ્રભારી મંત્રીએ મેળવી હતી. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ તેમજ વધી રહેલા મૃત્યુ આંકનો ચિતાર મેળવી એક્શન પ્લાન અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો