તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ભરૂચ SPના પુત્રે યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાતનો ખિતાબ મેળવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 39 મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેણે ભાગ લીધો હતો

ભરૂચમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 39મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં જિલ્લાનું નામ રોશન કર્યું છે.ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહ ચુડાસમાએ ફક્ત ચાર દિવસની પ્રેક્ટિસ બાદ દસાડા ખાતે રમાયેલી 39મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ સિંગલ અને ડબલની સ્પર્ધામાં બેસ્ટ પ્રદર્શન કરી યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત નો ખિતાબ હાંસલ કર્યો છે. માનવરાજસિંહ ભરૂચ જિલ્લાના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાનો પુત્ર છે.

તેના માતા-પિતા પણ શૂટિંગના ખુબ જ શોખીન હોવાથી રાજ્ય શૂટિંગ સ્પર્ધા તેમજ રાષ્ટ્રીય શૂટિંગની સ્પર્ધાઓમાં ઘણા ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહે જે સ્કોર કર્યો તેનાથી દેશમાં રમાનારી બે પ્રિ-નેશનલ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપની સ્પર્ધામાં પણ ગુજરાતનું તેમજ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ક્વોલિફાઇંગ સ્કોરને ક્રોસ કરી નાંખ્યો છે. પ્રિ-નેશનલ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મુખ્યત્વે માવળંકર તેમજ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં માનવરાજસિંહ ચુડાસમાએ ગુજરાતનું તેમજ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની હવે તૈયારીઓ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો