ચોરી:તસ્કરો રસ્તા પર પાર્ક કરેલી ક્રેઇન ચોરી ગયાં

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમોદ-આછોદ ચોકડી પાસે બનેલી ઘટના

અંક્લેશ્વરના ટ્રાન્સ્પોર્ટરની આમોદ-આછોદ ચોકડી પાસેનો પેટ્રોલપંપ નજીક પાર્ક કરેલી બે હાઇડ્રા ક્રેઇન પૈકીની એક કોઇ ટોળકી ચોરી કરી રફૂચક્કર થઇ ગઇ હતી. અંક્લેશ્વરના ગડખોલ ગામે રહેતાં અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલાં અસ્લમખાન શોરાબખાન પઠાણનો હાઇટેક ક્રેઇન હાયરીંગ નામનો ટ્રાન્સપોર્ટનો વેપાર કરે છે. તેમની પાસેથી કુ 5 હાઇડ્રા ક્રેન પૈકીની 3 દહેજના જોલવા ખાતે અને બે આમોદ ખાતે કામમાં રાખેલી છે.

ગત 22મીએ સવારે તેમના ડ્રાઇવર દિલસાદ ખાને ફોન કરી જણાવ્યું હતું કે, તેમણે તેમની બન્ને ક્રેઇન આમોદ-આછોદ ચોકડી પાસે આવેલાં પેટ્રોલપંપ પાસે સાંજ 7 વાગ્યે પાર્ક કરી ગયાં હતાં. સવારે તેઓ તેમની ક્રેઇનો જોવા આવતાં તે પૈકીની એક ક્રેઇન ત્યાં જણાઇ ન હતી. બાઇક પર આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં ક્રેઇન મળી ન હતી. અસ્લમખાન પઠાણે તેમના અન્ય પાર્ટનરોને જાણ કરી હાઇવે રોડ પર ક્રેઇનની તપાસ કરાવી હતી. 6 લાખની મત્તાની ક્રેઇન નહીં મળતાં આમોદ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...