ચોરી:ભરૂચના શક્તિનાથ ગરનાળા પાસે આવેલી દુકાનનું શટર તોડી તસ્કરો બે ફોન અને ટેબ્લેટ ઉઠાવી ગયા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના શક્તિનાથ ગરનાળા પાસે આવેલ શિવ શક્તિ કોમ્પલેક્ષની ક્રિષ્ના સર્વિસનું શટર તોડી બે ફોન અને ટેબલેટ સહીત વાહનોના દસ્તાવેજો મળી કુલ 21 હજારના મુદ્દામલાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

ભરૂચના માતરીયા તળાવ લીંક રોડ ઉપર આવેલ શંભુ ડેરી પાછળ રહેતા કમલેશ હન્નુ ભરવાડ ભરૂચના શક્તિનાથ ગરનાળા પાસે આવેલ શિવ શક્તિ કોમ્પલેક્ષની ક્રિષ્ના સર્વિસમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો સામાન ભાડે આપી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓની દુકાનને ગત તારીખ-બીજી ડીસેમ્બરથી ત્રીજી ડીસેમ્બર સુધીમાં તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ મોંઘીદાટ કંપનીના એક સહિત બે ફોન અને ટેબલેટ તેમજ વાહનોની આરસી બુક,પાનકાર્ડ મળી કુલ 21 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...