લગભગ એક અઠવાડિયા પહેલાં તારીખ 28 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં કાપોદ્રા પાટિયા પાસે, ગડખોલ નિવાસી જીવદયા પ્રેમી કલ્પેશ ભાઈ વર્માનો સંસ્થાની હેલ્પ લાઈન ઉપર કોલ મળ્યો અને એક મહિના થી શિંગડામાં કૅન્સર થી પીડાતી ગૌમાતાને બચાવી લેવા મદદ માંગવામાં આવી હતી. પરંતુ ગૌમાતા હરતા ફરતા અને ચરતાં નજરે ના દીઠતા આજરોજ મંગળવારે જીવદયાપ્રેમી વર્મા ભાઈને ફરી તે ગૌમાતા નજરે જોવામાં આવતા સંસ્થાની હેલ્પ લાઈન ઉપર ફોન કરી મદદ માટે બોલાવવામાં આવતા તુર્તજ ડોક્ટર્સ ટીમ ગૌમાતાને ઑપરેશન કરી પીડા મુક્ત કરવા માટે સ્થળ ઉપર પહોંચી જઈ બે થી ત્રણ કલાક ની ભારે જહેમત ભર્યું ઓપરેશન કરી કૅન્સરગ્રસ્ત શિંગડાને કાઢી લેવામાં સફળતા હાંસલ કરી તેમજ ત્યાં ઘા માં અસંખ્ય જીવજંતુ પડી ગયા હતા તે પણ મહામહેનતે કાઢી ગૌમાતાને મોટી રાહત આપવામાં સફળતા મળી.
આ સફળ ઓપરેશન માટે નો મુખ્ય શ્રેય નિષ્ણાત વેટરનરી ડૉ. શ્રી રવીન્દ્ર વસાવા સર સાથે પશુ નિરીક્ષક આદિત્ય સર ને જાય છે અને તેઓની સાથમાં ત્યાંના સ્થાનિક જીવદયા પ્રેમીઓનો સરસ સાથ અને સહકાર મળ્યો તે માટે તેઓનો હાર્દિક આભાર માનવામાં આવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.