આઝાદી કા અમૃત મહોત્સવ:અંકલેશ્વરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મુક્ત ભારત અભિયાન અંતર્ગત 18 વર્ષથી ઉપરની વયના વ્યક્તિને વેક્સિન લેવા અપિલ કરાઈ
  • સામુદાયિક સેવા ધારા કન્વીનરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

અંકલેશ્વરની આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના, સામુદાયિક સેવા ધારા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય શાખા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોલેજમાં યુવા સંકલ્પ પંચ પ્રકલ્પ પૈકી પ્રથમ પ્રકલ્પ અંતર્ગત કોરોના સંક્રમણ અટકાવવા બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો જયશ્રી ચૌધરીએ કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી અને સૌને આવકાર્યા હતા. સામુદાયિક સેવા ધારા કન્વીનર ડો. કે. એસ. ચાવડાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કમ્યુનિટી હેલ્થ ઓફિસર અંકિતા પરમારે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, આરોગ્ય વિશે જાગૃતિ કેળવી શકાય તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ છીએ. ગંદા પાણીથી જ નહીં, ચોખ્ખા પાણીના ભરાવાથી પણ મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે. આપણા ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કોરોના મુક્ત ભારત અભિયાન અંતર્ગત 18 વર્ષથી ઉપરની વયના તમામે વેક્સિનેશન કરાવવું જરૂરી છે.

આ કાર્યક્રમમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અંકિતા પરમાર તથા ફિમેલ હેલ્થ વર્કર રમીલાબેન પટેલ તથા આશાવર્કર બહેનો હીનાબેન પટેલ તથા મીનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન કેમ્પસ એમ્બેસેડર પાયલ કેશવ પટેલ તથા ધર્મિષ્ઠા પરમારે કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ વસાવા, વિશાલ , રાહુલ પટેલ, અર્પણ પટેલ, આઝાદ વસાવા, સાફી , દીક્ષિત પટેલ, યશ પટેલ, નિમીષા આહીર , મિતાલી ચૌહાણ , દેવાંગી પટેલ, કૃપાલી, સંધ્યા, શિવાંગીની તથા તમામ ગ્રુપ લીડર્સ અને ક્લાસ મોનિટર્સ સહુએ ભારે જહેમત ઊઠાવી હતી. મોટી સંખ્યામાં વ્યવસ્થાપન માટે સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને વેક્સિનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...