તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાણામંત્રીએ પ્રસ્તુત કરેલા 2021-22ના ફાઇનાન્શિયલ બજેટમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા અને ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવા માટે પ્રાઇવેટ અને કોમર્સિયલ વ્હિકલ માટે સ્ક્રેપ પોલિસી લાવી છે. એપ્રિલથી 15 વર્ષ જૂના કોમર્સિયલ વ્હિકલ અને 20 વર્ષ જૂના વાહન માટે સ્ક્રેપ પોલિસીની અસર વર્તાશે. જેની અસર ભરૂચ જિલ્લાના 39 હજાર વાહનો પર પડશે. એપ્રિલ સુધીમાં આ આંકડામાં વધારો નોંધાય શકે છે.
હાલ ભરૂચ જિલ્લામાં 15 વર્ષ જુના 5,850 કોમર્સિયલ વ્હિકલ્સ અને 20 વર્ષ જુના 33688 વ્હિકલ્સ નોંધાયા છે. જેમાં સરકારી વાહનનો પણ સમાવેશ થાય છે. આ સ્ક્રેપ પોલિસી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને તેમના સરકારી વાહનો પર લાગુ કરવા માટે સુચનો કર્યા છે. તેમના પર નિયંત્રણ મેળવી શકાશે ઉપરાંત ઘણા સમયથી મંદીમાં ચાલતા ઓટોમોબાઇલ સેક્ટરને બુસ્ટ મળશે.
નોંધણી ફીમાં 50થી 100 ટકાનો વધારો થશે
સામાન્ય રીતે ફોર વ્હિલર સહિતના માલવાક વાહનોની 15 વર્ષ પછી ફરીથી નોંધણી કરાવવાની હોય છે. એપ્રિલ 2022 પછી આવા વાહનો ફરીથી નોંધણી કરાવશે તો તેમાં 50થી 100 ટકાનો વધારો થાય તેવી શક્યતા છે. જેથી લોકોએ જૂના વાહનો રાખવા મોંઘા અને નવા વાહનો રાખવા સસ્તા પડી શકે છે. જોકે સ્ક્રેપ પોલિસીમાં વાહનને સ્ક્રેપ કરનાર વાહન માલિકને નવા વાહની ખરીદી પર ફાયદો થશે તેવી જાહેરાત કરાઇ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.