જળસ્તરમાં પણ વધારો:ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 12 કલાકમાં 12.8 ફૂટ વધી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણ ડેમમાંથી પાણી છોડતાં નર્મદાના જળસ્તરમાં પણ વધારોઃ કલેકટરની સ્થળ મુલાકાત

ડેડીયાપાડા અને સાગબારામાં અવિરત વરસાદના પગલે કરજણ ડેમના 9 દરવાજા ખોલી કરજણ નદીમાં 2.10 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. કરજણ નદીમાં છોડાય રહેલું પાણી નર્મદા નદીમાં ભળી રહયું છે. આ ઉપરાંત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના કારણે ત્યાંની નદીઓમાં પુર આવ્યાં છે. આ પાણી પણ છેવટે નર્મદા નદીમાં જ આવી રહયાં છે.

આમ નર્મદા નદીમાં ભળી રહેલાં પાણીના કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે. સોમવારે સવારે નર્મદાની સપાટી ગોલ્ડનબ્રિજ ખાતે 4.92 ફુટ હતી જે સાંજે 6 કલાક સુધીમાં 17.72 ફુટ સુધી પહોંચી હતી. ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી 24 ફુટની સપાટીને પાર કરે ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થાય છે. નર્મદાના વધી રહેલાં નીરના પગલે કલેકટર ડૉ. તુષાર સુમેરાએ પણ મોડી સાંજે ગોલ્ડનબ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને જરૂરી સુચના આપી તકેદારીના પગલા ભરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...