વિશ્વ બાળ મજૂરી નાબુદી દિવસ:ભરૂચમાં ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 ટીમ દ્વારા બાળકો સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને માસ્ક, સેનેટાઇઝ કરી બાળકોને સામાજિક અંતર સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ 12 જૂન "વિશ્વ બાળ મજૂરી નાબુદી દિવસ" ની ભરૂચમાં ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 ટીમ દ્વારા ભરૂચ શહેરના ગોલ્ડન બ્રિજ નીચેના વિસ્તારના બાળકો સાથે કાર્યક્રમની ઉજવણી ઓપન હાઉસ દ્વારા કરવામાં આવી હતી.

બાળકોને બાળ મજૂરી કેમ ના કરવી જોઈએ તે સમજાવ્યું

આ કાર્યક્રમમાં બાળકોને માસ્ક, સેનેટાઇઝ કરી બાળકોને સામાજિક અંતર સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ હતું. ચાઈલ્ડ લાઈન ટીમના સભ્ય મુકેશ રાઠવાએ બાળકોને બાળ મજૂરી કેમ ના કરવી જોઈએ, બાળ મજૂરીથી થતા નુકસાન અંગે જાણકારી આપી અને બાળ મજૂરી પ્રતિબંધિત અધિનિયમ 1986 અંગે ટૂંકમાં બાળકો પાસે જોખમી અને બિન જોખમી કામ ન કરાવવા અને કરવા અંગે સમજૂતી આપી હતી.

ભરૂચમાં બાળ મજૂરીનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું

તેમજ બાળકોને કામના બદલે ભણવું કેટલું મહત્વનું છે. તેની સમજ સાથે બાળ મજૂરી નાબુદી અભિયાન અંગેના પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અને મનોરંજન માટે રમતગમ્મ્તનું આયોજન કરવામાં આવેલુ હતુ. આમ, બાળકો જયારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે બાળકોની હેલ્પલાઈન 1098 હંમેશા 24x7 કલાક બાળકો માટે આખા દેશભરમાં ચાલુ છે. ભરૂચ ચાઈલ્ડ હેલ્પલાઈનના અવિરત પ્રયાસ દ્વારા ભરૂચમાં બાળ મજૂરીનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે.

નિઃશુલ્ક 24 કલાક આ હેલ્પલાઈન કાર્યરત

આમ, ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 નંબર એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકારની સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ભારત દેશના દરેક જિલ્લામાં ચાઈલ્ડલાઈન ઇન્ડિયા ફાઉન્ડેશનના નિરીક્ષણ હેઠળ સ્થાનિક સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત છે. જે 0 થી 18 વર્ષના બાળકોના કાળજી અને રક્ષણ માટે નિઃશુલ્ક 24 કલાક આ હેલ્પલાઈન કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...