• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The Problem Of Female Employees Getting Information From Personal Phone Number About The Dose Of Vaccine Has Increased, Some People Are Doing WhatsApp Calling And Texting.

તંત્રની પહેલ કર્મચારી માટે મુસીબત!:વેક્સિનના ડોઝ અંગે અંગત ફોન નંબર પરથી માહિતી લેતી મહિલા કર્મચારીઓની મુશ્કેલી વધી, કેટલાક શખસો કરી રહ્યા છે વોટ્સએપ કોલિંગ અને મેસેજ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી તંત્ર કોઈ સરકારી નંબર કે પુરૂષો પાસે કોલ કરાવે તે બહેનો માટે હિતાવહ
  • જિલ્લા પ્રશાસન કોરોના મહામારી સામે પ્રજાને સુરક્ષા કવચ આપવા અથાગ પ્રયત્ન કરી રહ્યું છે

દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે માટે આરોગ્ય વિભાગ તનતોડ મહેનત કરી રહ્યુ છે. જે લોકોને વેક્સિનનો ડોઝ બાકી છે તેવા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા ફોન કરી વેક્સિનનો ડોઝ લેવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે, ભરૂચમાં વેક્સિનનો ડોઝ લેવા માટે કોલ કરતી મહિલા કર્મચારીઓ મુસીબતમાં મુકાઈ છે. વેક્સિનના ડોઝ માટે પોતાના અંગત મોબાઈલ પરથી કોલ કરતી મહિલા કર્મચારીઓને કેટલાક લોકો વોટ્સઅપ કોલિંગ અને મેસેજ કરી રહ્યા છે. જેથી મહિલાઓ મુસીબતમાં મુકાઈ છે.

વેક્સિન માટે તંત્રની પહેલ મહિલા કર્મચારીઓ માટે મુસીબત બન્યો

શું તમે વેક્સિનનો ડોઝ લઈ લીધો છે, ભરૂચ જિલ્લામાં મહિલા કર્મચારીઓ પાસે કરાવવામાં આવતો આ કોલ ખુદ મહિલાઓને જ મુસીબતમાં મૂકી રહ્યો છે. જિલ્લા પ્રશાસન કોરોના મહામારી સામે પ્રજાને સુરક્ષા કવચ આપવા અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. જેમાં હાલ વેક્સિનેશનમાં બાકી રહી ગયેલા લોકોને તંત્ર સામેથી કોલ કરી વેક્સિન લેવા કહી રહ્યું છે. જોકે, તંત્રની આ પહેલ કોલ કરતી વિવિધ સરકારી વિભાગની મહિલાઓ સાથે વેક્સિનેશન ડ્રાઇવમાં ફરજ બજાવતી બહેનો માટે કનડગત રૂપ સાબિત થઈ રહી છે.

ભરૂચ શહેરની પ્રાથમિક શાળાના શિક્ષિકાએ જણાવ્યું હતું કે, પોતાના મોબાઈલ પરથી કોલ કરતી હોવાથી કેટલાક શખસો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. આ મહિલાઓનો નંબર સેવ કરી શખસો રાત્રે તેમને વોટ્સએપ કોલ કે મેસેજો કરી રહ્યાં છે. મહિલાઓ માટે હવે વેક્સિનેશન માટેના આ કોલ પારિવારિક તેમજ સાંસારિક અને અંગત રીતે હેરાન પરેશાન કરનારા બની ગયા છે. ત્યારે કોરોના ડોઝ માટેના કોલનું આયોજન સરકારી નંબર ઉપરથી કે પુરુષ કર્મચારીઓના મોબાઈલ પરથી કરવામાં આવે તે સામાજિક રીતે મહિલાઓ માટે સુરક્ષિત બની રહે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...