કૃષિ પ્રિ વાઇબ્રન્ટ સમિત:નેશનલ ફાર્મિંગ કોન્કલેવમાં વડાપ્રધાન વર્ચ્યુુઅલી જોડાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના પંડિત ઓમકારનાથ કલાભવનમાં કાર્યક્રમ

ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ પ્રિ વાઇબ્રન્ટ સમિત યોજવામાં આવી છે. જેના ઉપક્રમે ગુરુવારના નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવનું વડાપ્રધાનની વચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.પ્રિ-વાયબ્રન્ટ હેઠળ નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવ અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલની હાજરીમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે,ખેડૂતોની આવકમાં વધારો કરવા અને તેમના વિકાસ થકી જ સમાજના દરેક વર્ગનો વિકાસ જોડાયેલો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી પદના કાર્યક્રમ દરમિયાન રાજ્યના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે રાજ્યભરમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવીને ખેતીક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...