અભિગમ:ગરીબોને ક્રિમિનલ કેસમાં કાનૂની સહાય મળશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રિમ કોર્ટના આદેશથી લીગલ એઇડસ ડિફેન્સ કાઉન્સિલની રચના કરવામાં આવી

ભરૂચ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચના સેશન્સ જજના હસ્તે કોર્ટ સંકુલમાં લીગલ એઇડસ ડિફેન્સ કાઉન્સિલની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ક્રિમિનલ કેસોમાં ગરીબ લોકો કાનૂની સહાય વિના હાલાકી ભોગવતાં હોય છે આ હાલાકીનું નિવારણ કરવા માટે સુપ્રિમ કોર્ટના આદેશથી કાઉન્સિલ કચેરીઓ શરૂ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાતના 18 જિલ્લાઓમાં લીગલ એઇડ્સ ડિફેન્સ સર્વિસીસની સેવાઓ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટીના પેટ્રોન ઈન ચીફ તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર દ્વારા નવી સેવાઓની વર્ચ્યુઅલી શરૂઆત કરવામાં આવી હતી.ભરૂચ કોર્ટ સંકુલમાં પણ લીગલ એઇડ્સ ડિફેન્સ કાઉન્સિલની કચેરીનું ભરૂચના સેસન્સ જજ પી. એસ. બ્રહ્મભટ્ટના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભારતમાં ગરીબોતેમજ નબળા વર્ગને ક્રિમીનલ કેસમાં બચાવ પક્ષે કાનૂની સહાય મળે તેવા શુભ આશયથી સુપ્રીમ કોર્ટ દ્વારા દેશ ભરમાં લીગલ એઇડ્સ ડિફેન્સ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. ગરીબ તેમજ અસહાય લોકો ક્રિમિનલ કેસમાં કાનૂની સહાય વગર જેલમાં બંધ હોય છે. આવા કેસોમાં કાઉન્સિલની કચેરી તરફથી શકય તમામ મદદ કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને ક્રિમિનલ કેસમાં ખાસ કરીને આર્થિક રીતે નબળા તેમજ અસહાય માનવી ને મળવી જોઈએ જેથી કાનૂની સહાય વગર જેલમાં નહીં રહે તે માટે સુપ્રિમ કોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે.

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તરફથી લોકઅદાલત સહિતની અનેક પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે જેના કારણે અરજદારોને લાભ મળતો હોય છે. ભરૂચ કોર્ટ બિલ્ડિંગમાં હવે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ગરીબ લોકો કે જેઓ નાણાના અભાવે કાનુની સહાય મેળવી શકતા નથી તેમને સહાય આપવામાં આવશે.

ક્રિમિનલ કેસમાં દરેક વ્યકિતને કાનૂની સહાય મળવી જોઇએ તેમ સુપ્રિમ કોર્ટ દ્રઢતા પુર્વક માને છે અને તેના ભાગરૂપે ગુજરાત રાજયના 18 જિલ્લાઓમાં એક સાથે કચેરીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં ઉદઘાટન પ્રસંગે ધારાશાસ્ત્રીઓ અને કોર્ટનો સ્ટાફ પણ હાજર રહયો હતો.

અન્ય સમાચારો પણ છે...