તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરુચ જીલ્લામાં ટ્રાયબલ પટ્ટી ઉપર બી.ટી.પીનું સારું એવું વર્ચસ્વ હતું. જિલ્લાની 9 પૈકી 3 તાલુકા પંચાયતમાં બી ટી પી એક હથ્થું શાસન કરતું હતું. જેમાં વાલિયા, ઝગડિયા અને નેત્રંગનો સમાવેશ થાય છે. અગાઉ જનતાદળ યુ અને હવે બી.ટી.પીમાં પરવર્તિત થયેલી છોટુ વસાવાની પાર્ટીએ આ વખતે AIMIM સાથે હાથ મિલાવ્યો છે. અને તેથી કેટલાય કાર્યકર્તાઓ નારાજ થયા છે. બી ટી પીની વાત કરીએ તો તેઓના વડા છોટું વસાવા પણ સગાવાદ અને પરિવારવાદની રાજનીતીમાં જ માને છે. તેઓના પુત્ર મહેશ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે. તો છોટુંભાઈના પત્ની સરલા વસાવા વર્ષોથી જિલ્લા પંચાયતમાં સભ્ય બની ચૂંટાઈ રહ્યા છે. તો આ વખતે તેઓએ પોતાના નાના દીકરા દિલિપ વસાવાને પણ મેદાનમાં ઉતાર્યા છે.
પરિવારવાદથી અનેક કાર્યકરોએ BTP સાથે છેડો ફાડ્યો
દિલિપ વસાવાએ જિલ્લા પંચાયતની રાજપારડી બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી છે. તો તેઓના પત્ની સરલા વસાવા એ પુનઃ એકવાર ધારોલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. બી.ટી.પીમાં આમ જોવા જઈએ તો કોઈક ને કોઈ રીતે ઉમેદવાર સગો થતો જ હોય છે. ત્યારે આ પક્ષ પણ સત્તા પોતાના જ પરિવારમાં આવે તેવું દ્રઢ પણે માની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અને કદાચ તે જ કારણ હોય શકે કે તેઓના એક સમયના અંગત મનાતા કેટલાય કાર્યકર્તાઓએ તેઓનો સાથ છોડયો છે અને બીજેપીનો હાથ પકડ્યો છે.
BTPના ગ્રાઉંડ લેવલના કાર્યકરોએ પાર્ટીનો સાથ છોડ્યો
બી.ટી.પી ગઠબંધનના મામલે ક્યારેય સ્થિર રહ્યું નથી. જિલ્લા પંચાયતમાં ક્યારેક ભાજપા તો ક્યારેક કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સત્તા મેળવી છે. આ વખતે તેઓએ AIMIM સાથે હાથ મિલાવ્યો છે, પરંતુ આ બંને પક્ષ એકલા હાથે જિલ્લા પંચાયતમાં સત્તા હાંસલ કરી શકે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કારણ કે આ વખતે બી ટી પીનું ગ્રાઉંડ લેવલનું કામ જે કાર્યકરો કરતાં હતા તેઓએ બી ટી પી ને છોડી દીધું છે. તો આંતરિક જૂથબંધીમાં છોટું વસાવાના અંગત કહેવાતા અનિલ ભગતે પણ પોતાની બેઠક બદલવી પડી છે.
આ વખતે ચૂંટણી પહેલા બી ટી પી માં મોટું ગાબડું પડ્યું છે. કારણ કે ઝગડિયાના મોટા અનેક કાર્યકરોએ બી ટી પી સાથે છેડો ફાડી દીધો છે અને ભાજપામાં જોડાયા છે. ઝગડિયા તાલુકા પંચાયતમાં પૂર્વ પ્રમુખ રિતેશ વસાવા, પ્રકાશ દેસાઇ સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા છે. રિતેશ વસાવા અંતરિયાળ ગામોમાં ખૂબ મોટું વર્ચસ્વ ધરાવે છે. તો પ્રકાશ દેસાઇ પણ તાલુકા મથકો ઉપર નામ ધરાવે છે. ઉપરાંત ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્ર વાંસદિયાએ પણ આ વખતે જિલ્લા પંચાયતની ઉમલ્લ બેઠક ઉપરથી ભાજપમાંથી ઝંપલાવ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.