પર્દાફાશ:માર્ગો પર પોલીસનું ચેકિંગ વધતાં બુટલેગરોની જળમાર્ગે બોટમાં દારૂની હેરાફેરી, પાંચ ઝડપાયા

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાથી દારૂ બોટમાં ભાડભૂત લाાવી જાગેશ્વરની મહિલા બુટલેગરને પહોંચાડતા

ભરૂચ જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી પોલીસ દ્વારા દેશી-વિદેશીદારૂના કેસો કરવામાં આવી રહ્યાં છે. દારૂની હેરાફેરી અટકાવવા માટે શહેર અને જિલ્લાના મુખ્ય માર્ગો પર પોલીસ ચેકિંગ તેમજ બંદોબસ્ત ખડકાયો છે. ત્યારે પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવો કિમીયો આજમાવ્યો છે. ઝઘડિયાના 5 શખસો બોટમાં નર્મદામાં દારૂની હેરાફેરી કરી ભાડભૂત ગામના ઓવારે પહોંચ્યાં હતાં. જ્યાં માલ ઉતારી કારમાં જાગેશ્વર ગામની મહિલા બુટલેગરને દારૂનો જથ્થો પહોંચાડવાનો કારસો બુટલેગરોએ ઘડ્યો હતો.

ભરૂચ એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળતાં પીઆઇ જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એસ. ચૌહાણ તેમજ ટીમના કોન્સ્ટેબલ મહિપાલસિંહ, શ્રીપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ હિતેશ, સંજયદાન સહિતનાઓએ ભાડભૂત ખાતે પહોંચી બોટમાં દારૂ લાવનાર ઝઘડિયાના 5 શખ્સોની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેઓને સૂરતના કિમ ખાતે રહેતાં રાજૂ નામના શખ્સે માલ આપ્યો હોવાની તેમજ જાગેશ્વરની મનુ રાયજી પટેલ નામની મહિલા બુટલેગરને દારૂ પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તમાામ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે પકડેલાં 5 બુટલેગર ઝઘડિયાના

  • નવિન રણછોડ પટેલ રહે. ઉચેડિયા
  • હરેશ કાળીયા વસાવા રહે. રાણીપુરા
  • નિલેશ મેલા વસાવા રહે. રાણીપુરા
  • દશરથ સુરેશ વસાવા રહે. રાણીપુરા
  • અજિત ધના વસાવા(ગોવાલી)
અન્ય સમાચારો પણ છે...