જમીન સંપાદન કૌભાંડ:જમીન સંપાદન કૌભાંડ અંગે કરેલી કિસાન સંઘની PIL હાઇકોર્ટે ફગાવી

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજ સેઝ જમીન સંપાદનમાં કલેક્ટર સહિત 10 સામે ફરિયાદ કરી હતી
  • PIL જાહેર નહીં ખાનગી હિતમાં હોવાનું કોર્ટનું અનુમાન

વાગરા તાલુકામાં આવેલાં ત્રણ ગામમાં દહેજ સેઝ પ્રોજેક્ટ માટે કરાયેલી જમીન સંપાદનની પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે જિલ્લા કિસાન સંઘના પ્રમુખે હાઇકોર્ટમાં જાહેર હિતમાં પીઆઇએલ દાખલ કરી હતી. જોકે, હાઇકોર્ટે પીઆઇએલ પબ્લિબ ઇન્ટ્રેસ્ટમાં નહીં પણ પ્રાઇવેટ ઇન્ટ્રેસ્ટમાં હોવાની ટીપ્પણી કરી ફગાવી દીધી હતી.

અંક્લેશ્વર જીઆઇડીસી બાદ દહેજ જીઆઇડીસી રોકાણકારો માટેનું કેન્દ્ર બન્યું છે. વાગરાના વિલાયત, સાયખા તેમજ દહેજ પંથકમાં ઔદ્યોગિક એકમો સ્થપાઇ રહ્યાં છે. ત્યારે દહેજ સેઝની જમીન સંપાદનની પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કીસાન સંઘના પ્રમુખ અજિતસિંહ રાજે હાઇકોર્ટમાં 21 સપ્ટેમ્બરે PIL દાખલ કરી હતી. જેની હાઇકોર્ટમાં 15મી નવેમ્બરે સુનાવણી થઇ હતી. જેમાં હાઇકોર્ટે કરાયેલી પીઆઇએલ પબ્લિક ઇન્ટ્રે્સ્ટમાં ન હોઇ પ્રાઇવેટ ઇન્ટ્રેસ્ટમાં છે તેવી ટીપ્પણી કરી અરજદારને પીઆઇએલ પરત ખેંચી લેવા જણાવતાં કિસાન સંઘના પ્રમુખે અજિતસિંહ રાજે પીઆઇએલ પરત ખેંચી હતી. નોંધનિય છે કે, પિઆઇએલમાં કીસાન સંઘ પ્રમુખ અજિતસિંહ રાજે કલેક્ટર સહિત 10 લોકો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...