ચોરી:માલિકે 2 ડ્રાઇવરોને કાઢી મુક્યા ત્રીજો તક મળતાં ટ્રક ચોરી ફરાર

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના ઝાડેશ્વર નર્મદા ચોકડી પાસે બનેલી ઘટના સામે આવી
  • ટ્રક માલિક પાસે જમવા માટે ​​​​​​​ચાલકે 500 રૂપિયા પણ લીધા

ભરૂચના ભોલાવ ખાતે આવેલાં અતિથિ બંગ્લોઝ ખાતે રહેતાં જિતેન્દ્ર દિનેશચંદ્ર પટેલ કન્સ્ટ્રક્શન અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. તેમના બે ડ્રાઇવર રામપ્રસાદ અને મનોજ પર ત્યાં આવતાં તેઓ બન્ને ડ્રાઇવર તેમની સાથે વ્યવસ્તિત વાત ન કરતાં હોઇ તેમણે બન્નેને તેમનો બાકી નિકળતો પગાર ચુકવી કાઢી મુક્યાં હતાં. જે બાદ તેઓ બપોરના સમે સર્વિસ સ્ટેશન પર પહોંચતાં ત્યાં તેમનો ત્રીજો ડ્રાઇવર પંચદેવ હોય તેમણે તેને જણાવ્યું હતું કે, રામપ્રસાદ અને મનોજ બન્નેને તેઓ સરખી રીતે વર્તન ન કરતાં હોઇ નોકરી પરથી કાઢી મુક્યાં છે. તારે પણ નોકરી ન કરવી હોય તો કહીં દે અને સ્વેચ્છાથી નોકરીએથી જઇ શકે છે.

જોકે, પંચદેવે નોકરીએ ચાલુ રહીશ તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં તેણે જમવા માટે રૂપિયા માંગતાં જિતેન્દ્રએ તેને 500 રૂપિયા આપ્યાં હતાં. જે બાદ તેઓ ઘરે જતાં રહ્યાં હતાં. સમયાંતરે સર્વિસ સ્ટેશન સંચાલકે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તમારો ડ્રાઇવર અને અન્ય બે વ્યક્તિઓ તમારી ટ્રક લઇને જતાં રહ્યાં છે. તેમણે તપાસ કરતાં તેઓ ટ્રક ચોરી ગયાં હોવાનું માલુમ પડતાં આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...