તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ભરૂચમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં સંચાલકોએ પોતાના વાહનો આરટીઓ કચેરીમાં પાર્ક કરી અનોખો વિરોધ નોંધાવ્યો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંચાલકો આરટીઓ કચેરીના પાર્કિંગમાં પોતાના વાહન પાર્ક કરી કચેરીમાં ધરણાં પર બેસી ગયા

કોરોના વાયરસે ટ્રાવેલ્સ ઉધોગની કમર તોડી નાખી છે તેવામાં મોટાભાગના ફરવા લાયક સ્થળો પણ બંધ હોવાથી અનેક પ્રવાસો અને ટુરો રદ કરવાની ટ્રાવેલ્સ સંચાલકોને ફરજ પડી છે. જેથી ભરૂચ જિલ્લાના ટ્રાવેલ્સ સંચાલકોએ પોતાના વાહનોને આજે ભરૂચ આરટીઓ કચેરીના પાર્કિંગમાં પાર્ક કરી દીધા હતા અને આરટીઓ કચેરીમાં ધરણાં પર બેસી ગયા હતા. અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળના પ્રમુખ દિનેશભાઇની આગેવાનીમાં ભરૂચના સંચાલકોએ આ વિરોધ નોંધાવ્યો હતો

બસો બંધ હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોને ગાડીઓના ટેક્સ ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને કારણે સ્કૂલ શાળાઓ પણ ફરી વખત બંધ થવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સરકાર દ્વારા ઊભેલી ગાડીઓના પણ ટેક્ષ લેવામાં આવી રહ્યા હોવાથી ટ્રાવેલ્સ સંચાલકો દેવામાં ગરકાવ થઇ રહ્યા છે.

ટ્રાવેલ્સ સંચાલકો જણાવી રહ્યા છે કે, સરકાર ફરતી ગાડીનો ટેક્સ વસૂલે તો વાંધો નહીં પરંતુ જ્યારે પ્રવાસો અને શાળા-કોલેજો બંધ છે ત્યારે કોઇપણ જાતનો ધંધો સંચાલકોને મળી રહ્યો નથી જેના કારણે બસો બંધ પડી છે. ભરૂચ જિલ્લાના ટ્રાવેલ્સ સંચાલકોએ પોતાના વાહનોને આજરોજ ભરૂચ આરટીઓ કચેરીના પાર્કિંગમાં પાર્ક કરી દીધા હતા અને આરટીઓ કચેરીમાં ધરણાં પર બેસી ગયા હતા. અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળના પ્રમુખ દિનેશભાઇની આગેવાનીમાં ભરૂચના સંચાલકોએ આ વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો