તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વળતરની માંગ:એક્સપ્રેસ હાઈવેની કામગીરીથી ઊભા પાક પર ધૂળના થર જામ્યા

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આસપાસના ખેતરમાં ઉડતી માટીને કારણે આજુબાજુના ખેતરોમાં ઉભો પાક નાશ થઈ રહ્યો હોવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. - Divya Bhaskar
આસપાસના ખેતરમાં ઉડતી માટીને કારણે આજુબાજુના ખેતરોમાં ઉભો પાક નાશ થઈ રહ્યો હોવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
 • ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી નુકશાનીના વળતરની માંગ કરી
 • વડોદરા-મુંબઇ હાઇવેની ભરૂચ જિલ્લામાં કામગીરીથી ખેતીને નુકશાન

આમોદ તાલુકાના સુઠોડરા ગામ પાસેથી વડોદરા- મુંબઈ એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. જે માટે ત્યાં માટી પુરાણનું કામ ચાલે છે.ત્યારે આસપાસના ખેતરમાં ઉડતી માટીને કારણે આજુબાજુના ખેતરોમાં ઉભો પાક નાશ થઈ રહ્યો હોવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.આમોદ તાલુકાના આવેલા સુઠોડરા ગામ પાસેથી વડોદરા- મુંબઈ એક્સપ્રેસ હાઇવે પસાર થઈ રહ્યો છે.જે અંગેની માટી પુરાણની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. જેના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પણ માટી ઉડતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે.જેથી સુઠોડરા ગામના ખેડૂતોએ કોન્ટ્રાક્ટરને પાણી છાંટવાનું કહ્યું હતું ત્યારે કોન્ટ્રાકટરે ખેડૂતોને ધમકી આપતા ધરતીપુત્રો રોષે ભરાયા હતા.

કપાસના ખેતરોમાં ઉડેલી ધૂળથી નુકશાન થયું હતું.આ ઉપરાંત ચોમાસામાં પણ પાણીનો નિકાલના ન થતા પાકને નુકશાન થયું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા ધરતીપુત્રોને ઉદ્ધતાઇભર્યો જવાબ આપવામા આવે છે કે જ્યાં સુધી કામ ચાલુ રહેશે ત્યાં સુધી વેઠવું પડશે.આ બાબતે આજે સુઠોડરા ગામના ખેડૂતો દ્વારા સમસ્યાને લઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા ધરતીપુત્રોને ધમકી આપવામાં આવી હતી. ત્યારે નુકશાનીના વળતર તેમજ કોન્ટ્રાકટર પર કાર્યવાહી કરવા ખેડૂતોએ કલેકટર કચેરીએ પહોંચી કલેકટરને રજૂઆત કરી વળતર સાથે યોગ્ય ન્યાયની માંગ કરી હતી.

માટીના કારણે અમારો કપાસનો તૈયાર પાક બળી જતા ભારે નુકશાન થયું છે
અહીંયા મારુ ખેતરમાં મેં 12 વીંઘા કપાસનો પાક તૈયાર કર્યો હતો.જેનો લગભગ મને એક લાખ જેટલો ખર્ચો થયો છે.અમારો કપાસનો પાક તૈયાર થઈ ગયો છે.પરંતુ મુંબઈ થી બરોડા એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં માટી પુરાણની કામગીરીના કારણે ત્યાંથી ઊડતી માટીના કારણે અમારો કપાસનો પાક બળી જવાથી અમને ભારે નુકશાન થયું છે.કોન્ટ્રાકટર કામગરી કરે પણ અન્ય લોકોની પણ કાળજી રાખવી જોઈએ. - નઇમ રાજ ,ખેડૂત,સુઠોડરા ગામ

કોન્ટ્રાક્ટરને પાણીના છંટતકાવનું કહેવા જતાં અમને મારવાની ધમકી આપે છે
મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઇવેની કામગીરી હાલમાં ચાલી રહી છે. અમારા ગામના મોટા ભાગના ખેડૂતો ફળદ્રુપ જમીનમાં પાક લઇને પરિવારનું ગુજરાન ચલાવીએ છે.પરંતુ હાઇવેમાં પુરાણ કરવામાં આવતી માટી ઉડવાના કારણે ખેતરોમાં તૈયાર થયેલા કપાસના પાકને ભારે નુકશાન થયું છે.સદર બાબતે કોન્ટ્રાકટરને પાણી છાટવા કહેવા જતા તે સાંભળતો નથી અને અમને મારવાની ધમકી આપે છે.જેથી અમારા પાકને થયેલા નુકશાનનું વળતરની માંગ કરી છીએ.- મોહસીન રાજ,ખેડૂત,સુઠોડરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો