તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:માધ્યમિકના શિક્ષકોની ઓનલાઇન ટ્રેનિંગ શરૂ, 21 ઓગષ્ટ સુધી શિક્ષકોની ટ્રેગિંન ચાલશે

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન શિક્ષણ બાદ હવે ટ્રેનિંગ યોજાશે

કોરોનાને લઈને શાળાઓ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓના ઓનલાઇન શિક્ષણ બાદ હવે નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષકોની ટ્રેનિંગનું આયોજન પણ ઓનલાઇન કરવામાં આવ્યુ છે. આજથી માધ્યમિક વિભાગના શિક્ષકોની ઓનલાઇન ટ્રેનિંગ શરૂ થશે. જે 21 ઓગષ્ટ સુધી કાર્યરત રહેશે. માઘ્યમિક વિભાગના ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની ટ્રેનિંગ આજથી શરૂ થનાર છે.

જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા રાજ્યના માધ્યમિક વિભાગ સરકારી તેમજ ગ્રાન્ટેડ તથા ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોને બાયસેગ વંદે ગુજરાત ચેનલના માધ્યમથી ઓનલાઇન ટ્રેનિંગનું આયોજન કર્યુ છે. 21 ઓગષ્ટ સુધી જુદા જુદા વિષયો પર ટ્રેનિંગ છે. 7 ઓગષ્ટે ગુજરાતી, 14 ઓગષ્ટ ગણિત, 18 ઓગષ્ટ સામાજિક વિજ્ઞાન અને 21 ઓગષ્ટે વિજ્ઞાન વિષયની તાલીમનું આયોજન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...