ઝઘડિયા ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાની જ્ઞાતિને લઇ બીટીપીના મહેશ વસાવાએ ઉઠવેલો વાંધો ચૂંટણી અધિકારીએ ચકાસી અયોગ્ય ઠરાવ્યો છે.
મહેશ વસાવાએ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી
ઝઘડિયા ભાજપ ઉમેદવાર રીતેશ વસાવા અનુસુચિત જનજાતિના નહિ હોવાના વાંધા સાથે બીટીપીના મહેશ વસવાએ ઉમેદવારી પત્ર રદ કરવા માંગણી કરી હતી. જે અંગે આજે ઝઘડિયા પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણીના દિવસે જ ભાજપના ઉમેદવાર સામે જ્ઞાતિને લઇ ઉઠાવેલા વાંધા અંગે તપાસ હાથ ધરી હતી. ભાજપના ઉમેદવાર હિંદુ ભીલ હોવાનું 2009માં જયારે તેમના પિતા દેશી ખ્રિસ્તી હોવાનો પ્રમાણપત્રોમાં ઉલ્લેખ હતો. જે અંગે રીતેશ વસવાને પૂર્તતા કરવા કહ્યું હતું. તપાસ બાદ મામલતદારના જાતિના દાખલામાં તેઓ હિંદુ ભીલ હોવાનું માન્ય રાખી તંત્ર દ્વારા એસટી બેઠક ઉપર તેમની ઉમેદવારી માન્ય રાખી હતી. જેનાથી નારાજ થઇ મહેશ વસવાએ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી બતાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.