ચાંચવેલ ગામે નિયાઝમાં ભોજન આરોગ્યા બાદ લોકોને ફુડ પોઇઝનીંગની અસર થઇ હતી. પ્રાથમિક તબક્કે 175 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જોકે, આરોગ્ય વિભાગે ગામમાં તાત્કાલિક કેમ્પ ગોઠવી લોકોની સારવાર કરાવતાં આંકડો 345 પર પહોંચી ગયો હતો.
ચાંચવેલ ગામે ગઇકાલે રવિવારે નિયાઝની દાવત બાદ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થઇ હતી. જેના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત આમોદ- વાગરા આરોગ્ય કેન્દ્ર, પટેલ વેલફેર હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરાયાં હતાં. પ્રાથમિક તબક્કે 175 લોકોને અસર થઇ હોવાનું માલુમ પડ્યું હતું.
જોકે, ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ચાંચવેલ ગામે તમામ જરુરી દવાઓ સાથે તાત્કાલિક કેમ્પ કરતાં ગામના અન્ય લોકો કે જેમને ફુડ પોઇઝનિંગની સામાન્ય અસર થઇ હોય તેઓએ પણ સારવાર કરાવી હતી. જેના પગલે કુલ અસરગ્રસ્તોનો આંકડો 345 પર પહોંચી ગયો હતો. જોકે, રાત્રીભર સારવાર લીધાં બાદ દર્દીઓની તબિયત સુધરતાં તેઓએ હોસ્પિટલોમાંથી રજા લીધી હતી. તમામ લોકો સાજા થઇ ગાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.