તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ભરૂચના કોવિડ સ્મશાનમાં મૃતદેહોની સંખ્યામાં બે દિવસમાં નોંધાયો 50%નો ઘટાડો

ભરૂચ3 દિવસ પહેલા
 • સતત દસ દિવસ સુધી રોજના 45 થી વધુ મૃતદેહો આવતા હતા
 • ઘણા દિવસે ખાલી સ્મશાનના દ્રશ્યો જોવા મળ્યા છે

ભરૂચ ખાતે કોવિડ સ્મશાનમાં આજે સાંજ સુધીમાં 18 વ્યક્તિઓના મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસથી રોજના 45થી વધુ મૃતદેહો આવ્યા બાદ છેલ્લા બે દિવસથી 20 થી 25 મૃતદેહો આવતા ખાલી સ્મશાનના દ્રશ્યો ઘણા દિવસે જોવા મળ્યા છે.

ગતરોજ 32 મૃતદેહો આવ્યા બાદ આજરોજ તે ઘટીને આંક 21 પર આવ્યો છેલ્લા 15 દિવસથી ભરૂચનું કોવિડ સ્મશાન જાણે મૃતકોના સ્વજનોની ચિચિયારી અને રુદનથી ધ્રુજી ઉઠ્યું હતું. સૌથી વધુ એક દિવસે 58 મૃતદેહોના અગ્નીસંસ્કારનું સાક્ષી ભરૂચનું કોવિડ સ્મશાન બન્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી ભરૂચના સ્મશાનમાં લવાતા મૃતકોના આંકમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગતરોજ 32 મૃતદેહો આવ્યા બાદ આજરોજ તે ઘટીને 21 પર આવ્યો હતો.

સ્વયંસેવકો પણ ફૂરસતનીપળોમાં બેઠેલા જોવા મળ્યા
ભરૂચ વાસીઓ માટે આ એક રીતે સારા સમાચાર કહી શકાય છે. આની પાછળ છેલ્લા એક સપ્તાહથી અપાયેલ મીની લોકડાઉન અને લોકોમાં આવેલી સ્વયંભૂ સભાનતા પણ કારણભૂત કહી શકાય છે. આજે કેટલાય દિવસો પછી સ્મશાનમાં ખાલી પડેલી ચિતા નજરે પડી હતી. અને સ્વયંસેવકો પણ ફૂરસતનીપળોમાં બેઠેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો