તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મનુબરના ભેહા તળાવમાંથી યુવાનની વિકૃત લાશ મળી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો

ભરૂચ તાલુકાના મનુબર ગામે આવેલાં ભેહા તળાવમાંથી આજે ગુરૂવારે બપોરના સમયે એક યુવાનનો વિકૃત થઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ ભરૂચ તાલુકા પોલીસને થતાં ટીમે સ્થળ પર દોડી આવી સ્વયં સેવકોની મદદથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

મૃતકના હાથમાં અંગ્રેજીમાં કેએમ તેમજ ગુજરાતીમાં મંજુલા નામનું છુંદણું ગુંથાયેલું જણાયું હતું. જોકે, તેની ઓળખ થાય તે પ્રકારની કોઇ ચોક્કસ સામગ્રી તેની પાસેથી મળી ન હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેના મૃત્યુનું કારણ શોધવાની કવાયત હાથ ધરવા સાથે યુવાનની ઓળખ મેળવવા માટેના પણ પ્રયાસો હાથ ધર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...