તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ વેલફેર અગ્નિકાંડ:પાલિકાએ મોટા માથાને બચાવવા વર્ગ-4ના 3 કર્મીને સસ્પેન્ડ કર્યાં, પાલિકાના ફાયરના હેડ સામે પગલાં ન લેવાતાં તર્કવિતર્ક

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં ભરૂચ પાલિકાએ ચીફ ઓફિસર સંજય સોનીએ ફાયર વિભાગના હેડ ફાયરમેન શૈલેષ સાંસિયા, આસિ. ફાયરમેન અલ્પેશ મિસ્ત્રી તેમજ પુરસોત્તમ માછીને કસુરવાર ઠેરવી ફરજ મોકુફનો હૂકમ કર્યો છે.

નાના કર્મીઓને કેમ મોકલ્યા તે સવાલ
પાલિકાના ફાયર વિભાગમાં હેડ ફાયરમેન તરીકે ફરજ બજાવતાં શૈલેષ સાંસિયા કાયમી કર્મચારી છે. જ્યારે અલ્પેશ મિસ્ત્રી 11 મહિનાના કરાર પર અને પુરસોત્તમ માછી કોન્ટ્રાક્ટમાં રોજમદાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ફાયર વિભાગનો ચાર્જ સલીમ મોહનને સોંપ્યો છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું ચેકિંગ તેમજ નોટીસની કામગીરી સક્ષમ અધિકારીએ કરવાની છતાં નાના કર્મીઓને મોકલાયાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ઘટના બાદ જવાબદાર અધિકારીને છાવરી નાના કર્મીઓ પર કાર્યવાહી કરાતા વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.

હોસ્પિટલમાં ટ્રસ્ટી જવાબદાર, પાલિકામાં 3 નાના કર્મી
પાલિકા, એફએસએલ, ફાયર તેમજ બૌડાના અહેવાલના આધારે પોલીસે જાતે ફરિયાદી બની હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધવ્યો છે. ત્યારે પાલિકાની તપાસમાં વર્ગ 4ના 3 કર્મીઓના માથે દોષનો ટોપલો નાખ્યો છે. નાના વર્ગના કર્મીઓ નોકરી છીનવાઇ જવાની બીકે કાંઇ કહેવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...