તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ફાયર NOC નહીં મેળવનાર 6 મિલ્કતોના નળ કનેક્શન નગર પાલિકાએ કાપી નાખ્યાં

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ પાલિકા વિસ્તારમાં કુલ 111 પૈકી માત્ર 26 મિલ્કત ધારકોએ એનઓસી મેળવી
  • 85 મિલ્કત ધારકોએ ફાયર એનઓસી નહીં મેળવવા તબક્કાવાર નળ જોડાણ કપાશે : સીઓ

ભરૂચ નગરપાલિકાએ ફાયર સિસ્ટમ લગાવીને ફાયર એનઓસી મેળવી લેવા માટે બે વખતે નોટિસ આપી હતી.પરંતુ તેમ છતાંય પણ આ મિલ્કત ધારકોએ ફાયર એનઓસી મેળવવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા પાલિકાએ પ્રાદેશિક કમિશ્નરની સૂચના મુજબ 6 મિલ્કતોના નળ જોડાણો કાપી નાખતા મિલ્કત ધારકોમાં ફફડાટ ફેલાય ગયો છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલો-કોમર્શિયલ કોમ્પલેક્સ-ઇન્ડસ્ટ્રીઝમાં આગજનીની ઘટનાઓમાં થયેલા વધારા બાદ આખરે સરકાર સફાળી જાગી હતી. રાજ્યમાં આગની દુર્ઘટનાઓ પર અંકૂશ મેળવવા માટે સરકાર દ્વારા નવી ફાયર પોલિસી ઘડવામાં આવી હતી. જેના પગલે ભરૂચ નગરપાલિકાએ લાગુ પડતી તમામ મિલ્કતોને ફાયર સિસ્ટમ લગાવવા અને ફાયર એનઓસી મેળવવા 85 મિલ્કતોને નોટિસ આપી હતી. છતાંય આ મિલ્કત ધારકોએ ફાયર એનઓસી મેળવા માટે પાલિકામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરી હતી.

જેથી ભરૂચ નગરપાલિકાએ પ્રાદેશિક કમિશ્નર અરવિંદ વિજયનની સૂચનાઓ મુજબ આ મિલ્કત ધારકોના પાણી-ડ્રેનેજ-વીજળી ક્નેક્શન કાપવા માટે સૂચના આપવામાં આવી છે.જેના ભાગરૂપે ભરૂચ નગરપાલીકા વિસ્તારમાં કુલ 85 મિલ્કત ધારકોએ હજી સુધી ફાયર સિસ્ટમ નહીં લગાવવવા સાથેે ફાયર એનઓસી નહીં મેળવી હોવાનું ધ્યાન આવતા બુધવારના રોજ પાલિકાની ટીમોએ શહેરમાં આવેલી કુલ 06 બિલ્ડીંગોના નળ જોડાણ કાપી નાખ્યા છે. નગર પાલિકાએ ફાયર એનઓસી નહીં મેળવનાર મિલ્કત ધારકો સામે આંખ લાલ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ફાયર NOC મેળવી લે નહીં તો પાણી જોડાણ કપાશે
ભરૂચ પાલિકા હદ વિસ્તારમાં ફાયર સેફટી મુદ્દે હોસ્પિટલ, સ્કૂલ, હાઇરાઈઝ બિલ્ડીંગ અને એસેમ્બલી બિલ્ડીંગ એમ 4 કેટેગરીમાં 111 બિલ્ડીંગોએ ફાયર NOC લેવાની થાય છે.જે પૈકી 12 એ ફાયર એનઓસી મેળવી લીધી હતી અને 14 એ અરજી કરી દીધી હતી.જોકે 85 ને નોટિસ આપવા છતાં હજી સુધી અરજી કરી નથી.હાલ 6 બિલ્ડીંગોને બે વખતે નોટિસ આપવા છતાં FIRE NOC નહીં મેળવતા પાણી જોડાણ કટ કરાયા છે. આ રોજે રોજ કાર્યવાહી ચાલુ રહેશે. બિલ્ડીંગ ધારકો પાલિકામાં ફાયર એન.ઓ.સી.મેળવી લેવા કાર્યવાહી કરે તે માટે અપીલ છે.> સંજય સોની, મુખ્ય અધિકારી, ભરૂચ

પાલિકાએ કયાં નળ જોડાણ કાપ્યાં

  • શ્રી અંબે રેસિડેન્સી,સિંધવાઈ,ભરૂચ
  • શેઠ કોમ્પ્લેક્ષ,મહંમદપુરા,ભરૂચ
  • અંકુર ફ્લેટ-2 પાંચબત્તી,ભરૂચ
  • અંકુર ફલેટ- 3 પાંચબત્તી,ભરૂચ
  • અંકુર ફ્લેટ -4 પાંચબત્તી,ભરૂચ
  • આંગન એપાર્ટમેન્ટ,મક્તમપૂર રોડ,ભરૂચ
અન્ય સમાચારો પણ છે...