રજૂઆત:નલ સે જલ યોજના કામોની MLA સ્થળ મુલાકાત કરશે

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડામાં કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાની સ્થાનિકોની રજૂઆત

ડેડીયાપાડા તેમજ સાગબારા તાલુકામાં કરોડોની નલ સે જલ યોજના અંતર્ગત થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની લોક રજુઆતને પગલે ધારાસભ્ય દ્વારા સ્થળ મુલાકાત માટે વાસ્મો પ્રોજેક્ટના યુનિટ મેનેજર અને આ કામના લાગતા વળગતા તમામ અધિકારીઓને હાજર રહેવા જણાવેલ છે. ડેડીયાપાડા તેમજ સાગબારા તાલુકામાં ચાલી રહેલા નલ સે જલ યોજના માં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જેમાં એસ્ટીમેટ મુજબનું કામ ન કરી કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતથી બારોબાર બિલ પાસ કરી દેવામાં આવે છે.

નલ સે જલ યોજના અંતર્ગત દેડીયાપાડા તાલુકામાં કુલ 172 યોજનાઓ મંજુર થયેલ છે જે પૈકી 74 યોજનાઓ પૂર્ણ થયેલ છે. જ્યારે 94 યોજનાની કામગીરી પ્રગતિ હેઠળ છે અને 4 યોજનાઓ ટેન્ડર મંજૂરી હેઠળ છે. સાગબારા તાલુકામાં કુલ 93 યોજનાઓ મંજુર થયેલ છે જે પૈકી 49 યોજનાઓ પૂર્ણ થયેલ છે 43 યોજનાઓ પ્રગતિ હેઠળ છે અને 1 યોજના ટેન્ડર મંજૂરી હેઠળ છે. જેમાં કામ પૂર્ણ થયેલ છે ત્યાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની લોકોની અનેક ફરિયાદો ઉઠી છે.

પીપરીપાડા ગામે ટાંકી બન્યાને બે વર્ષ બાદ પણ પાણી નહીં મળ્યું
ડેડિયાપાડામાં આવેલું પીપરીપાડા ગામ કે જ્યાં આ યોજનાની ટાંકી 2019 -20ના વર્ષમાં બની હતી. ટાંકી બન્યા બાદ ફક્ત એક જ વાર પાણી આવ્યું છે. ત્યારે બે વર્ષ બાદ પણ ત્યાંના લોકોને આ નળનું પાણી નથી મળતું. ત્યારબાદ આ પાણીની યોજના ધૂળ ખાતી જોવા મળે છે. ત્યાં બનાવેલ પાણીના નળ તૂટી ગયા છે. એવા તો ડેડીયાપાડા સાગબારામાં કેટલાય ગામો હશે જ્યાં આવી પરિસ્થિતિ છે. ત્યારે યોગ્ય તપાસ થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...